________________
જયશિખરી ચાવડા
૨૫
એમાં ભૂવડની આણ વર્તાઈ ગઈ હતી. માત્ર એક ગુજરાતને રાજા જિતાયા વિના રહ્યો હતા. તે ચાવડા વંશને હતા; તેનું નામ જયશિખરી હતું; અને તેની સ્ત્રી રૂપસુંદરી કરીને હતી. તેનું રાજધાની નગર પંચાસર હતું. પેાતે બળવાન, તેજવાન અને બુદ્ધિમાન હતા; તેને ભંડાર અખૂટ હતા, અને તેની ફેાજ અણિત હતી. આવેા એક રાજા ભૂતળમાં છે એટલી જાણ પણ ભૂવડના પટાવતાએ તેને પડવા દીધી નહિ, તેથી તે જાણતા હતા કે આખી પૃથ્વી મારી સત્તા નીચે છે.
જિતી લીધેલા દુશ્મનાને ત્યાં લૂટ કરી તે છૂટથી અને ઊંટ, ઘેાડા, રથ, અને હાથિયેથી આખું કલ્યાણ નગર ભરાઈ ગયું હતું; ઝવેરી, વણકર, તાર, અને સુશાભિત વાસણ બનાવનારા ત્યાં વસતા હતા. અને ધરની ભીંતા રંગિત ચિત્રાથી શણગારેલી હતી. વૈદ્ય, અને કારીગર ઘણા હતા, તેમ જ ગવૈયા પણ ત્યાં વસતા હતા, અને વિદ્યા ભણવાને અર્થે નિશાળેા પણ હતી. સૂર્ય છ મહિના ઉત્તરાયનમાં ચાલે છે તે છ મહિના દક્ષિણાયનમાં ચાલે છે તેનું કારણુ માત્ર એટલું જ કે લંકાપુરી અને કલ્યાણપુરીની શાભા સરખાવાને તેનાથી બની આવે.
ખીજા સદ્ગુણાની સાથે, રાજા ભૂવડ, પંડે સર્વ જાતના ડ્યાપણુના લેાભી હતા, અને તે સાથે વિદ્યાતા મ્હોટા પોષક હતા. તેમાં મુખ્યત્વે કરીને ડાહ્યા હિન્દુરાજાને આશ્રય આપવાને ટિત એવાં જે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર તેને તે પૂરા પાષક હતા. વિદ્વાન લેાકેાને તે એટલું બધું ઉત્તેજન આપતા કે, જે પ્રમાણે ચેામાસાનું બધું પાણી દરિયા ભણી ચાલી જાય છે તે જ પ્રમાણે બધા પ્રકારની પ્રવીણતા તેના દરખારમાં ચાલી ચાલી આવતી હતી.
એ રાજાને એક ભાગ હતા, તે શિવની કૈલાસપુરી જેવા હતા; તે પરમાનંદ પમાડે એવાં ફૂલ અને ફળનાં ઝાડથી શાભાવેલા હતા. તેમાં એક સમયે રાજા નૃત્ય, ગીત, ગાયનથી ઉમંગ પામતા બિરાજમાન થયા હતા. તેને યુવરાજ, કર્ણ કુંવર, રાજપાષાક પ્હેરી, એક પડખે બિરાજ્યા હતા, અને ચંદ અને ખીજા પટાવતાથી આખી મંડળી શોભાયમાન્ દેખાતી હતી. તેમાં વળી બુદ્ધિ અને ડ્યાપણમાં એક ખીજાથી ચડિયાતા એવા વિદ્વાન અને કવિયાને સમાજ એડેલા હતા, પણ સર્વમાં શ્રેષ્ઠ કવીશ્વર કામરાજ, જે રાજાનેા મિત્ર હતા તે હતેા; રાજા ભૂવડ જેમ સુભટામાં શોભાયમાન દેખાતા હતા તેમ એકવીશ્વર વિદ્વાનામાં શાભાયમાન દેખાતેા હતેા. તેવામાં એક પર
૧ આ ઉપરથી જણાય છે કે ક્લ્યાણપુરી ઉત્તરમાં (કનેાજ દેશમાં) હતી. ૨. ઉ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat