________________
રડ્ડ
રાસમાળા
દેશી કવિએ આવીને રાજાના વખાણનાં કવિત હેવા માંડ્યાં. તેમાં જે ચતુરાઈ બતાવી હતી તે સમજીને રાજા પોતે રીઝયા, અને પેાતાની આસપાસ કવિયે। મેઠેલા હતા તેઓને તેનું ઉત્તર કહેવા કહ્યું, પણ તેમાં કેાઈની હિંમત ચાલી નહિ. પછી ભૂવડે પેલા કવિને મૂલ્યવાન શિરપાવ આપ્યા અને પૂછ્યું કે “તમારૂં નામ શું? અને જે દેશમાં તમે આટલાં બધાં વર્ષ છાના રહ્યા તેનું નામ શું?”
66
**
66
કવિએ જવાબ દીધા કે, “મારું નામ શંકર છે. ગુર્જર દેશ જે પૃથ્વીને · ઉત્તમેાત્તમ ભાગ છે, જેની ભૂમિ પૂર્ણ “રસાલ છે, પાણી, ધાસ, અને ઝાડથી અતિ શાભાયમાન છે, જ્યાં ધન “તેા ઢગલે છે, અને જ્યાં મનુષ્યા ઉદાર છે, તે ગુર્જર દેશથી હું આવ્યા છું, ત્યાં પંચાસર છે તેમાં સમુદ્રપુત્રી જે લક્ષ્મી તેને નિરંતર વાસ છે, તે સર્વ પ્રકારે દેવનગરી જે ઇન્દ્રપુરી તેની સમાન છે. જે ત્યાં વસે છે તેને સ્વર્ગમાં જવાની પણ ઇચ્છા થતી નથી. ત્યાં ચાવડા રાજા રાજ્ય કરે છે તે બધી સુભટ જાતિમાં અગ્રેસર છે, અને જેણે પેાતાનાં અદ્ભુત કામથી “ જયના શિખર (પર્વત) ઉભા કરયો છે તેથી તેને કવિયેા ‘જયશિખરી’ હે છે, તેની પટ્ટરાણી ‘રૂપસુંદરી’ કરીને છે તેની શેાધી જોડ જડે એમ નથી. રાણીને ભાઈ સૂરપાળ છે તે ડાહ્યો અને શૂરવીર છે. જયશિખરી અને સૂરપાળ જો ભેગા ભળે તેા ઇન્દ્રને તેના ઇન્દ્રાસન ઉપરથી ઊઠાડી મૂકે, પણ તેમને તેની
66
""
66
""
<<
C6
ગરજ ઓછી જ છે; કેમકે તેઓની પેાતાની ગુજરાત છે તે આખી પૃથ્વીનું
¢
તત્ત્વ છે. ત્યાં સરસ્વતીના નિરંતર વાસ છે; મેં મારી વિદ્યા મેળવી છે તે
“ ત્યાં જ, અને ત્યાંથી જ હું દિગ્વિજય કરવા નીકળ્યા છું.”
<<
રાજા ભૂવડે, ગુજરાતનાં આવાં વખાણ સાંભળીને મૂછે હાથ નાંખ્યા. તે જોઈ કામરાજે તેના અંતરની છાના વેરની વાત જાણી લીધી તે શંકર સાથે કવિતાવિવાદ કરવા લાગ્યા, પણ એકલા તેા તેનાથી હાલ્યો એટલે શિવે (શંકર) કામને જિત્યા હતા તે શંકરે કામરાજને પરાજય કચો.
ભૂવડ રાજા, તે દિવસની ગંમતનું આવું પરિણામ આવેલું જોઈ, નાખુશીની સાથે મહેલમાં ગયા. સાંજે તેણે પેાતાના પટાવતાને ખેાલાવ્યા તે ગુજરાત સંબંધી વધારે વૃત્તાન્ત સાંભળવાની ઇચ્છા બતાવી. એડ઼ા થયેલા પટાવતાએ રાજાને જૂદું સમજાવા માંડયું કે, અમે જયશિખરીને હરાવી પંચાસર લીધું હતું, પણ રાજા શરણ થયા એટલે તેને નાશ અમે કચો નહિ. રાજાને ગળે આ વાત ઉતરી નહિ, તેથી ચંદ્રને દબાવીને કહ્યું કે સાચે સાચું ખેલ. ત્યારે તેણે કહ્યું કે, અર્બુદ ગિરિ અથવા આખુ પર્વતની દક્ષિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com