________________
૧૯
વલભીપુરનાં ખંડેરા આવે છે ત્યારે આખા જંગલ ઉપર તેનું પાણી ફરી વળે છે. આ પ્રમાણે એકઠા થયેલા પાણીનાં જુદાં જુદાં વહન સપાટ મેદાનમાં વહી જતાં ખડેરને છેક ઉઘાડું કરી મૂકે છે, તેથી નાશ પામેલી વલભી ઉઘાડી થઈ પડે છે.
વળ કચ્છની ઉત્તરમાં એક કુંડની જગ્યા છે. તે ઘેરારદમન કહેવાય છે, અને નૈઋત્ય કેણુમાં સપાટ વિસ્તીર્ણ જગ્યા છે તે શિયાળાની ઋતુમાં લીલાછમ જેવા ઘઉંના છોડથી છવાઈ ગયેલી દેખાય છે. આ જગ્યા, રત્ન તલાવ કહેવાય છે અને કેટલેક ઠેકાણે તેની પાળ હજી સુધી જોવામાં આવે છે.
પીલુડીના ઝાડથી છવાઈ ગયેલી જગ્યા છે, તેમાં અને વળાની બધી બાજુએ, શિવ અને પાઠિયાની ગ્રાનિટ પાષાણુની બનાવેલી મૂર્તિ ઘણી જોવામાં આવે છે. તે કદમાં ઘણી જ મોટી છે. આ સર્વે, જમીનની સપાટી ઉપરના ચાત્રા ઉપર બેસારેલી જોવામાં આવે છે, તેજ ઘણું કરીને અસલના દેવાલયની સપાટી હશે એમ લાગે છે. તેથી જણાય છે કે નગર કંઈ દટાઈ ગયેલું નથી. શિવલિંગ તે ઘણું ખરાં આખાં છે પણ પિઠિયા અથવા નંદી જે તેમની સામે છે તે ખંડિત થયા વિનાના નથી. એક ગ્રાનિટ પાષાણની નંદીની મૂર્તિ છે તેને માથું નથી અને શરીરમાં ચીરે છે, આ નંદી બુધેશ્વર મહાદેવના લિંગની સામે છે. જેટલાં લિંગ શોધી કુહાડવામાં આવ્યાં છે તે સર્વેને બ્રાહ્મણોએ નામ આપ્યાં છે, જેમ કે વૈજનાથ, રત્નેશ્વર, ઈશ્વરિયા મહાદેવ ઈત્યાદિ. નંદીની મૂર્તિ હવણુની મૂર્તિ કરતાં ચતુષ્પાદી પ્રાણુની સરસ બેસવાની ઢબમાં કેત્રી કુહાડેલી છે.
કર્નલ ટાડના લખવા પ્રમાણે, સૂર્યવંશને કનકસેન રાજા સન ૧૪૪ અથવા ૧૪૫ માં, પોતાની રાજધાની અયોધ્યા હતું અને જ્યાં રામચંદ્રજિયે રાજ્ય કરેલું એવું પિતાનું કેશલનું રાજ્ય છોડીને, વૈરાટ જઈ વસ્યો. આ સ્થાનમાં પાંડવના પુત્ર પિતાના વનવાસની વેળાએ આવી રહ્યા હતા તેથી તે પ્રખ્યાત છે, અને હવણું ધોળકા ક છે તે જ એ હશે
૧ વળાની પાસેનાં લિંગ, હાલનાં દેહેરામાં હોય છે તેવાં જ છે. પણ તે કદમાં હેટાં છે, અને ગ્રાનિટ જાતના પાષણના એક કડકાનાં ઘડેલાં છે. તે બે ટ ઉંચી જળાધારીમાં ત્રણું ફૂટ ઉંચાઇનાં અને ૮ ફૂટ ઘેરાવામાં ગળાકારે છે. એમાંનાં કેટલાંક ખુણથી અષ્ટ ખુણુ થઈ પછીથી ગળાકાર થયેલાં છે.
૨ કચ્છમાં વાગડ કહેવાય છે તેમાં ગેડી (પ્રતપદી) ગામ છે તે, તથા બહાર પ્રાતમાંનાં દીનાકપુર અને રંગપુર, તેમ જ, જયપુર પાસેનું વિરાટ, અને ધારવાડ પાસેનું હાગળ પણ વૈરાટ નગર કહેવાય છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com