________________
રાસમાળા
કો. શિષ્ય નગરમાં ભિક્ષા લેવાને ગયો પણ તે તે કહિં મળી નહિ; ત્યારે તેણે “જંગલમાં જઈને લાકડાં કાપી આણ વેચ્યાં, ને તેના પૈસાને લેટ લીધે પણ “તેના રોટલા કાઈ ઘડી આપે નહિ. આખરે એક કુંભારણ મળી તેણે ઘડી “આપ્યા. આ રીતે પ્રતિદિવસ કરતાં કેટલાક દિવસ વીતી ગયા, એટલે લાકડાના “ભારા જાથું ઉચકવાથી શિષ્યના માથાના વાળ ઘસાઈ જવા માંડ્યા તે જોઈ સાધુએ તેને તેનું કારણ પૂછયું, તેનું પેલાએ ઉત્તર આપ્યું કે, મહારાજ ! આ નગરમાં કેાઈ ભિક્ષા આપતું નથી, તેથી મારે જંગલમાં જઈ લાકડાં કાપી “લાવી વેચવાં પડે છે, તેને લોટ આણું છું, ને એક કુંભારણુ મને તેના “ટલા ઘડી આપે છે, આ કારણથી મારા માથાના વાળ ઘસાઈ જવા માંડ્યા “છે. સાધુ પુરુષ બેઃ “મારી મેળે આજે માગવા જઈશ.” એમ કહી પિતે ગયો, પણ તેને કેઈએ ભિક્ષા આપી નહિ, માત્ર પેલી કુંભારણે આપી. “આ ઉપરથી સાધુને ઘણે ક્રોધ ચડ્યો. તેણે શિષ્યને કહ્યું કે, કુંભારણને “જઈને કહે કે, તું તારા કુટુંબનાં સર્વે માણસો લઈને નગર છેડી જતી રહે, “આજે આ નગર ડટાઈ જશે. કુંભારકુંભારણ પોતાના દીકરાને લઈને વલભી છોડી ચાલ્યાં. કુંભારણને સાધુએ ચેતાવી હતી કે તારે નગર ભણું પાછું “વાળી જેવું નહિ, પણ દરિયાકિનારે, હાલમાં જ્યાં ભાવનગર છે ત્યાં “જઈ પહોંચી ત્યારે સાધુ પુરુષની તેણે આજ્ઞા ઉલ્લંઘીને વલભી ભણી પાછું “જોયું, એટલે તત્કાળ તે પાષાણની પુતળી બની ગઈ છે ત્યાં હજી સુધી “રૂવાપરી માતાના નામથી પૂજાય છે. આમગ પેલે સાધુ કમંડલુ ઉધું કરીને બોલ્યો કે-“નગર ! તું ઊંધું વળી જ, ને તારે ધનમાલ ધૂળ થઈ જાઓ!” આવું કહેતાં વેંત જ વલભીનો નાશ થયો.”
હાલમાં વળા નામે કર્યો છે તેની પશ્ચિમ અને ઉત્તર ભણીની બાજુએ એક વિશાળ પીલુડીનું જંગલ છે. તેમાં આડા અવળા રસ્તા છે, ને તેમાં વલભીપુરના ખંડેરને મુખ્ય ભાગ આવ્યો છે તે બધા ઉઘાડી રીતે નજરે પડે છે. ઘર બાંધવા સારું ઈટ વગેરે કાટ કુહાડી લેવાને કચ્છના લેકેએ ખોદી ખોદીને ઘણાં પોલાણ કરી મૂકયાં છે. તેમાં ભીંતિના પાયા જણાયા છે તે ઘણું ખરા તે સાડાચાર ફુટ પહેળા, પકવેલી ઈટોના, માટીથી ચણેલા છે. કેટલાએક ખાડાની ઊંડી ખાણો થઈ જાય છે ને તેમાંથી ખારું પાણી નીકળે છે. કહે છે કે વળા કઆની આસપાસ ત્રણ ચાર માઈલ સુધી ઈટાના ચણતરનું કામ જોવામાં આવે છે. ઈટો ઘણું ખરી ૧૬ ઈંચ લાંબી, ૧૦ ઈંચ પહોળી અને ૩ ઇચ જાડી જોવામાં આવે છે.
આ પીલુડીના જંગલ પાસે ઘેલા નદી વહે છે. તેમાં ચોમાસામાં પૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com