________________
વલભીપુરના વૈભવ
૨૧
છે તેમાંના વ્હેલા ખેતે સેનાપતિ કરીને લખ્યા છે, તે ઉપરથી કલ્પના થાય છે કે તેઓ ઉજ્જણના॰ પરમાર રાજાઓના આશ્રિત હશે. બાકીના રાજાએએ “મહારાજા”નું પદ ધારણ કહ્યું છે. તેએ વળી “શ્રી ભટ્ટા” કહેવાતા હતા અને એમ જણાય છે કે તેએ (તેએમાંના ધણા ખરા) મહેશ્વર અથવા શિવના ભક્ત હતા; કેમકે તેએની રાજમુદ્રા અને વાવટા ઉપર શિવના પાડિયાનું ચિત્ર છે, અને આપણા જોવામાં આવ્યું તે પ્રમાણે તેમની નાશ પામેલી રાજધાનીમાં શિવલિંગ ઘણાં જોવામાં આવે છે. ઉપરના લેખ ઉપરથી વર્ષ હાડવામાં આવ્યાં છે (આશરેથી) તે ઇ॰ સ૦ ૧૪૪ થી તે ઈ સ૦ ૫૫૯ સુધી શાલા થાય છે. એમાંની છેલ્લામાં છેલ્લી, જો વલભીના નાશની ખરી શાલ ગણિયે તે તે ઘણી જ વ્હેલી છે. હિન્દુસ્થાન વિષે ચિનમાં લખેલા વૃત્તાન્તમાં લખે છે કેઃ—“ઢાંગ વંશના રાજ્યની વેળાએ, ઈ. સ॰ ૬૧૮ થી
.66
૬૨૭ સુધી હિંદુસ્થાનમાં ઘણા ક્લેશ ચાલ્યેા હતેા. રાજા (શીલાદિત્ય ?) “ ઘણી લડાઈયો લડ્યો હતો. હ્યુમેનસાંગ (હુએનસંગ) નામે ઔદ્ધ મતના ચીન “દેશના એક સાધુએ પેાતાના પ્રવાસનું પુસ્તક લખ્યું છે, (ઈ. સ. ૬૪૦) તે આ વેળાએ હિન્દુસ્થાનમાં આવ્યા હતા અને શીલાદિત્યને મળ્યા હતા.”૩ મેાનો જાકવેટે ફ્રેન્ચ ભાષામાં વૃત્તાન્ત ઉતારી લીધેા છે તેમાં લખે છે કે વલભી દેશ પલારિસની (લાટ) ઉત્તરમાં છે, તેના ઘેરાવે! છ હજાર લી (૧૩૦૦ માઇલ) છે. તેનું રાજધાની નગર ૩૦ લી (પાંચ માઇલ) કરતાં પણ ઘેરાવામાં વધારે છે. ત્યાંના રહેવાસયાની રીતભાત, ઉત્પત્તિ, ગરમાઈ,
**
.66
::
66
♦ અને તેમના શરીરની પ્રકૃતિ એ સર્વ માળવા દેશ પ્રમાણે છે. વસ્તી ઘણી છે; કુટુંઓ દ્રવ્યવાન છે; ત્યાં સેા કરતાં પણ વધારે ધર કેાધિપતિ ગણાય આ રાજ્યમાં ધણા દૂરદેશાવરેામાંથી અત્યંત “સંપત્તિ આવી એકઠી
છે.
.66
૧ અમને વધારે સંભવ કલ્યાણના સાલંક્રિયાના લાગે છે.
૨ અમારી પાસે એવી મુદ્રા છે. ર. ૭.
૩ ટ્રાયલ એશિયાટિક સેાસાઇટીના જર્નલનું પુસ્તક છઠ્ઠું પુ. ૩૫૧,
૪ ચીનના ૌદ્ધ સાધુએ ત્રાન્માસિયાના આકત્રિયા અને ઈન્ડિયામાં ઈ. સ. ૬૩૨ અને ત્યાર પછીનાં વર્ષોમાં પ્રવાસ કર્યો હતા તેના વૃત્તાન્ત ઉપરથી બેંગાલની એશિયાટિક સેસાઇટીના જર્નલના પુ. ૫ માને પૃ. ૬૮૫ મેં વલભી વિષેની એની નોંધ છપાઇ છે, તે ઉપરથી; પણ તેમાં એની સૂચના પ્રમાણે નામના ફેરફાર કરવો છે. ૫ વલભીપુરના આસપાસના પ્રદેશ તલાન, ભાદ્રદ અને આખું ગાહિલવાડ એ સર્વેના બધા ભાગનું પ્રાચીન નામ વાળાક ક્ષેત્ર છે.
૬ માળવાનું પ્રાચીન નામ અવંતિ દેશ છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com