________________
૧૪
રાસમાળા આ સમયે (મરૂમંડલ) મારવાડમાં પાલી (પલ્લી) નામે શહર છે; ત્યાને *કા નામે એક ધંધાર્થી, પિતાનું વતન છોડીને, પોતાના ઉચાળા લઈને વલભી આવ્યો, અને નગરના દરવાજા પાસે ગવાળિયાના કુબા હતા ત્યાં તેમના ભેગો રહ્યો, તે પિતાની ઘણું જ ગરીબાઈને લીધે રંકના નામથી ઓ- ૨ શ્રીયુત લખે છે કે-શ્રી મલ્લ સરિની કીર્તિ સારી થયા પછી પુરેહિત સભાએ તેમને તંભતીર્થ મોકલ્યા, આ પણ અસત્ય છે. કારણ કે–આચાર્ય, ઉપાધ્યાય અથવા ગમે તે ત્યાગી સાધુ હોય તેને એક સ્થાને રહેવાનો અધિકાર નથી. તે જ હેતુથી તેઓ સ્વયં ગામે ગામ વિચરે છે. કોઈ વખતે જરૂરી કાર્ય માટે ગુરૂની આજ્ઞા હોઈ શકે છે, પરંતુ તેમાં મલ્લ સૂરિને તે કઈ પણ બનાવ બન્યા હોય તેવું તેમના વિષે આપવામાં આવેલ કથાઓમાં વર્ણવ્યું નથી. તેમાં વળી પુરહિતસભા તો હોઈ શકે જ નહિ.
૩ વળી અભયદેવ સૂરિએ સ્થાપેલા તંભતીર્થમાં તેમનું ગમન સંભવતું જ નથી; કારણ કે-મલ સુરિ અને અભયદેવ સૂરિ વચ્ચે આસરે ૭૦૦ વર્ષનું અંતર છે તો ૭૦૦ વર્ષ પછી સ્થપાએલા સ્તંભતીર્થમાં તેમનું આવવું આકાશપુષ્પવત સંભવતું નથી. જો કે તે ગામ ઘણું જુનું છે અને તેનું પ્રાચીન નામ ત્રબાવતિ હતું તેથી તે ગામમાં તેઓ પધાર્યા હોય તે તે અસંભવિત કહી શકાય નહિ. પરતુ ૭૦૦ વર્ષ પછી પડેલું
તંભતીર્થ નામ પ્રબંધચિંતામણિકારે તેના પ્રબંધમાં લખ્યું છે તેને હેત તેને ફક્ત વર્તમાન સમયના પ્રખ્યાત નામથી ઓળખાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગે છે.
૪ શ્રેણિક અને બીજા શ્રાવકે સાથે પોતાના આત્માને ઉદ્ધાર કર્યો એમ જે લખ્યું છે, તેથી તેઓ શું કહેવા માગે છે તે સમજી શકાતું નથી. અને એમ લાગે છે કે-ચતુર્વિશતિ પ્રબંધમાં શીલાદિત્ય રાજાએ જ્યારે શ્રાવકનાં વ્રત માંહેનાં કેટલાંક વ્રત લીધાં, અને ધર્મની અનેક પ્રકારે ઉન્નત્તિ કરવાના પ્રયાસ કર્યા, ત્યારે ચોવિસ વર્ષ ઉપર થએલા મગધ દેશના પ્રખ્યાત જનધમાં મહારાજા શ્રેણિક અને અન્ય શ્રાવકેની તેને ઉપમા આપી છે તે નહિ સમજતાં તેઓએ આ વાકય લખી નાંખ્યું હોય તેમ લાગે છે. મુનિશ્રી ધર્મવિજય.
* એના હાના ભાઈનું નામ પાતાલ હતું, તે, ધનવાન હતો તેથી તેના ઘરનું કામકાજ કરવા કાફ રહેતો. એક દિવસ તેના કયારડામાં પાણી ભરાયું હશે અને કા તે નિશ્ચિત સૂતો હતો તેને ઉઠાડી ઠપકો આપ્યો એટલે તે ખેદ પામી ચાલી નીકળી વલભીપુર સમીપે આહીરેમાં જઈ વી. એક સમયે કાઈ (કાર્પેટિક) કાપડી કલ્પ પુસ્તક પ્રમાણે, રૈવતક (ગિરનાર) પર્વતે જઈને, એક તુંબડીમાં સિદ્ધ રસ ભરી લાવ્યો. વલભીમાં આવતાં “કાય તુમ્બડી’ એવી આકાશવાણી સાંભળી ભડકો ને પિતાની ચોરી પકડાઈ એમ માની તેણે તે તુમ્બડી કાને ત્યાં થાપણ મૂકી. એક પર્વને દિવસે કા રસાઈ કરતા હતા તેવામાં ચૂલા ઉપર ખીંટિયે તુમ્બડી ભેરવી હતી તેમાંથી ચૂલા ઉપર મૂકેલી તપેલીમાં સિદ્ધરસનું ટીપું પડયું એટલે તે તપેલી સેનાની થઈ ગઈ. પછી ધનવાન થવાનું સાધન મળ્યું એટલે બીજે ઠેકાણે તુમ્બડી આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com