________________
શીલાદિત્ય-વલભીપુર-કાકુ
૧૩ ધર્મ વિષેને કલહ નહિ વિસરી જતાં, વિજયી થવાનાં સાધનો મેળવવાના કામમાં ગુંથાયો. તપશ્ચર્યાથી, અને એકનિષ્ઠાથી આરાધના કરવાથી, સરસ્વતી દેવી તેને પ્રસન્ન થયાં, અને વિષ્ણુને ગરડ જેમ સાપને વશ કરે છે તેમ બોદ્ધોને વશ કરવાને નાયચક્ર નામનું એક પુસ્તક તેને આપ્યું. આ હથિયાર લઈને અર્જુન જેમ શિવનાં શસ્ત્ર ધારણ કરવાથી શોભતો હતો તેવો શોભાયમાન મલ, સૌરાષ્ટ્રની શોભા જે વલભીપુરી ત્યાં આવી શીલાદિત્યના દરબારમાં જઈ પહોંચ્યા, અને રાજાને કહેવા લાગ્યો કે “હે રાજા! બૌદ્ધ લેકેએ આખા જગતને ભમાવીને વશ કરી લીધું છે, માટે હું મલ, તારો ભાણેજ, તેઓને પ્રતિપક્ષી ઉઠયો છું.” તેના આવા કથન ઉપરથી આગળની પેઠે વિવાદ કરવા સારૂં, રાજાએ સભા ભરી, અને પોતે સાંભળવા બેઠે. મધને દેવીની સાહાયતા હતી તેના જેરથી તેણે બૌદ્ધોને વિસ્મય પમાડી દીધા, અને શ્વેતાઅરના ધર્મની હાલાઈ જતી ચીનગારીમાંથી આવે જુસ્સાભેર ભભુકો ઉડ્યો તેથી તેઓ કંપવા લાગ્યા. લોકપ્રસિદ્ધ હાર થાય તેની અપકીર્તિ વધારે સમજીને તેઓએ પોતાના પ્રતિપક્ષીને જગ્યા સોંપી જવાનો નિશ્ચય કર્યો. તેઓ બોલ્યાઃ
પિતાના દેશને નાશ, પિતાના કુળને નાશ, પિતાની સ્ત્રીનું હરણ, અથવા પિતાના મિત્રોનું દુઃખ, એ સર્વેનો દેખાવ જેની દષ્ટિયે પડતો નથી તેનું મહેણું ભાગ્ય.” આ પ્રમાણે નિરીશ્વરવાદિય હારી ગયા, એટલે, રાજાની આજ્ઞાથી તેઓને દેશપાર કર્યો અને જૈન ઉપદેશકને પાછા બોલાવ્યા. મલે બધાને હરાવ્યા તેથી રાજાની આજ્ઞા ઉપરથી વિદ્વાનોએ તેને સૂરિનું પદ આપ્યું. પછી સર્વે તીર્થસ્થાનમાં શ્રેષ્ઠ એવો જે શ્રી શત્રુંજય તેનો અપાર મહિમા જાણીને તેણે પોતાના મામા શીલાદિત્યની સાહાયથી તેની ફરીને પ્રતિષ્ઠા કરી. શ્રીમલ સૂરિની કીર્તિ સારી પ્રસર્યા પછી, પુરે હિતસભાએ, તેમને ખંભાત અથવા સ્તંભતીર્થ જે શ્રી અભયદેવ સૂરિયે સ્થાપ્યું હતું ત્યાં મોકલ્યા. ત્યાં શ્રેણિક અને બીજા શ્રાવકો સાથે પોતાના આત્માને ઉદ્ધાર કર્યો. ૧
૧ આ લખાણ વિષે મુનિશ્રી ધર્મવિજયનું વિવેચન લક્ષમાં લેવા જેવું છે તેઓ નીચે પ્રમાણે કહે છે
૧ ફાર્બસ સાહિબે વિદ્વાનોએ સૂરિપદ આપ્યા વિષે જે લખ્યું છે તે જેનેના મન્તવ્યથી તદ્દન વિરૂદ્ધ છે, કારણ કે સરિષદની બાબતમાં જૈનાની એવી માન્યતા અને પ્રાચીન પ્રથા છે કે એવું પદ ગુરૂ શિવાય, અથવા આચાર્ય વિના કેઈ આપી શકે નહિ તેમ જ, સૂરિપદની બાબતમાં કોઈ પણ રાજાની આજ્ઞાને અધિકાર નથી. કિંતુ વિદ્વાન અને સુશીલ સાધુને રાજા પ્રસન્ન થયો હોય તે તેને પદવી આપવા માટે રાજાની આજ્ઞા નહિ પરતુ આચાર્યને વિનયથી નમ્રપણે પ્રાર્થના કરી શકે છે અને શિષ્યની યોગ્યતા પ્રમાણે ગુરૂ તેના ઉપર પ્રસન્ન થઈને ગ્ય પદવી આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com