________________
શીલાદિત્ય-વલભીપુર
૧ કથામાં કહે છે કે, ગુજરાતમાંના ખેડા નામના મોટા નગરમાં દેવાદિત્ય કરીને વેદપારંગત બ્રાહ્મણ રહેતો હતો. તેને સુભગા નામે એક પુત્રી હતી, તે બાળવિધવા હતી. તે નિત્ય સવાર, બપોર અને સાંજે (ત્રિકાળ) સૂર્યને દૂર્વા, પુષ, અને પાણીના અર્થ આપતી હતી. આ બાળવિધવાનું સ્વરૂપ જોઈને સૂર્ય દેવને ઘણું આશ્ચર્ય લાગ્યું અને મનુષ્યનો દેહ ધારણ કરીને તેને ભોગવવા પૃથ્વી ઉપર આવ્યા. આથી તેને ગર્ભ રહ્યો. સુભગાએ પિતાને કુળને લાંચ્છના લગાડયું એવું જાણુને તેનાં માબાપ તેના ઉપર કાપ્યા તો ખરાં, પણ તેને પોતાના એક ચાકરની સાથે વલભીપુર પહોંચાડી તેના પિોષણની વ્યવસ્થા કરી. ત્યાં દિવસ પૂરા થયા એટલે તેને બે બાળક (પુત્રપુત્રી જોડવે) અવતયાં. આ દેદીપ્યમાન બાળકેએ આઠ વર્ષનાં થતાં જરા પણ વાર લાગી નહિ. તેઓમાંથી છોકરાને ગુની પાસે ભણવા મૂક્યો; પણ બીજા છોકરાઓની સાથે ભળી જતાં તેઓ તેને “બાપા” કહી ખીજવવા લાગ્યા. તેથી તેના કુમળા મન ઉપર ખરેખરી અસર એ થઈ ગઈ કે હું “નબાપ છું.” તે એક વાર ઘણે ખીજવાઈને સુભગા પાસે જઈ કહેવા લાગ્યો કે “શું મા ! મારે બાપ નથી કે મને લેક નબાપો કહે છે? તેણિયે જવાબ દીધો કે “હું જાણતી નથી, તું પૂછીને મને શું કરવાને અમથો બળાપો કરાવે છે ?” છોકરે સંતાપ ભર્યો ત્યાંથી તે ગયે, પણ તે દિવસથી તેણે એ નિશ્ચય કર્યો કે ઝેર ખાઈને અથવા ગમે તે પ્રકારે મારે મારા દેહનો ત્યાગ કરવો કે લાંછન સાંભળવાનું રહે નહિ.
એક દિવસે તે ખેદ કરતો બેઠેલો હતો તેવામાં સૂર્યનારાયણે આવીને દેખા, દીધી અને તેને પુત્ર કહીને બોલાવી કહ્યું કે હું તારું રક્ષણ કરીશ. પછી તેને કાંકરા આપીને કહ્યું કે આથી તારા શગુનો નાશ કરવાને તું શક્તિમાન થઈશ. સૂર્યના આપેલા આવા અસ્ત્રની કીર્તિથી તે શીલાદિત્યને નામે પ્રસિદ્ધ થયો. શીલાદિત્યે એક વાર વલભીના કોઈ રહેવાશીને મારી નાંખ્યો તેથી ત્યાંને રાજા તેના ઉપર કે, પણ સૂર્ય આપેલા અસ્ત્રવડે તે માર્યો ગયો એટલે સુભગાનો પુત્ર પ્રકાશિત તો હતો પણ ત્યારથી સૌરાષ્ટ્રને રાજા એટલા છે કે તેઓ દેખાતા અને ખરેખર સૂર્યની આરાધના કરવાની અગત્ય છે એમ ગણતા નથી, પણ માનસિક તેજનો અંબાર કલ્પી તેનું ધ્યાન ધરીને આરાધના કરે છે. તેઓ કપાળે, હાથ અને છાતિયે ગોળાકાર તપ્ત મુદ્રાની છાપ લે છે. આ ચાલને શંકરાચાર્યે ધિકાર કરેલો છે. કેમકે તે વેદમતના અભિપ્રાયથી અને બ્રાહ્મણની આંગિક અને પૂજનીય ગ્યતાને જે માન યોગ્ય છે તેનાથી વિરુદ્ધ છે.”
૧ શીલસદગુણ + આદિત્યસૂર્ય એમ ખરે અર્થ થાય તેને બદલે એ ધિક્કારપૂર્વક નામ છે એવું બતાવવાને શીલા=પત્થર=પથરાના કાંકરાને આદિત્ય એટલે સૂર્ય, એ., . સમાસવિગ્રહ કેટલાક કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com