________________
૧૦
રાસમાળા
૪૨૧)માં નીપજ્યું. શીલાદિત્ય ક્રિયે સમયે થયે। એ વાત અદબદ રાખીને.. બૌદ્ધ ધર્મમાંથી એને પરધર્માશ્રય થયા અને તેને તથા તેના રાજ્યને સ્વેચ્છ લેકાના હલ્લાથી નાશ થયા તે સંબંધી જૈન પુસ્તકામાંથી અમે લખિયે છિયે:ર
૧ આ સચયે વલભી વંશની સ્થાપના પણ થઈ ન હતી. ગુપ્ત સંવત્સર આ ગણત્રિયે, ૨૩૭ થાય, અને ઈ સ૦ ૫૫૬ થાય છે. સંવત્ ૪૭૭માં ગ્રંથ સમાપ્ત થયેા છે તે છે. ૨. ઉ. ૨ સૌગત અથવા મૌદ્ધ, અને અદ્વૈત અથવા જૈન એ નિરીશ્વરવાદી મત માંહેલાં બે, વેદ અને બ્રાહ્મણાના મતથી વિરુદ્ધ હતાં, તે સંબંધી અત્રે લખવું યોગ્ય દીસે છે. હિંદુ ધર્મ માનનારા આગ્રહી પુરુષ અને ઔહ મતવાળા વચ્ચે જૂસ્સા ભેર લડાઇયે ચાલેલી છે તેમાં હિંદુસ્તાનના ઔદ્દોના નારા થયા છે. જૈન લેાકા જો કે તાફાનના ત્રાસમાંથી જીવતા રહ્યા અને હવણાં તે સામા થઈ શકે તેવા હતા તથાપિ તેઓ ઘણી મુશ્કેલાઈથી ઉગરયા હતા. વિલસન કહે છે કે, (એશિ. રીસ. પુ. ૧૬ હિંદુએના પંથ વિષે વિષય.) “ૌદ્ધ અને સૌગત વચ્ચે માધવાચાર્યે કાંઈ ભેદ ગણતા નથી, તથાપિ કદાપિ ઘણા અગત્યના ભેદ બંને વચ્ચે નથી તે ષણ કાંઇક પણ છે ખરા: આનંદગિરિના અભિપ્રાય પ્રમાણે સૌગતાએ સુગત મુનિનું મત ધારણ કરેલું હતું, તેથી તેએનું મુખ્ય મત એ હતું કે પ્રાણિયા ઉપર દયા કરવી એમાં સર્વે નીતિ અને ભક્તિધર્મ આવી જાય છે. આ મત ઘણે પ્રકારે બૌદ્ધ અને જૈન એ બન્ને સંપ્રદાયને મળતું છે.” વલભીમાં ઔદ્ધ અને સૌગત એક હતા એમ જણાય છે, અને પ્રતિપક્ષીપણું માત્ર એમની અને જૈનની વચ્ચે થયું છે. કાંઈ આ નિરીશ્વરવાદી ધર્મ અને ધર્માગ્રહી હિંદુએ વચ્ચે થયું નથી. સૌર પંથ હેવાય છે તેના પંથી, સૂર્યને જગા ઉત્પન્નકર્તા અને કારણ માને છે—અને તેમનામાંના ચેાડા, મુખ્યત્વે કરીને બ્રાહ્મણ છે તેના આજે પણ એક પંથ છે તે આ વેળાએ સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં બહુ હતા. આનંગિરિએ આ પંથના ભેદ ગણાવ્યા છે તે, હવણાં પ્રસિદ્ધ નથી એમ મનાય છે. પાઠક વલસન હે છે કે એ ભેદ આનંદગિરિ નીચે લખ્યા પ્રમાણે ગણાવે છે:—
“ જેએ ઉદય પામતા સૂર્યને પૂજે છે અને બ્રહ્મ અથવા ઉત્પન્નકર્તા શક્તિનું તેને પ્રતિરૂપ ગણે છે તે; જેએ મધ્યાહ્નના સૂર્યને રૂદ્ર- નાશ કરનાર ગણે છે તે; અને જેએ અસ્ત પામતા સૂર્યને વિષ્ણુ રૂપ અથવા પાલનકર્તા ગણી માને છે તે.
“ચાયા ભેદવાળા ત્રિમૂર્તિના પક્ષ માને છે. તે સૂર્યની ઉપર લખેલી ત્રણે સ્થિતિને ઈશ્વરી ત્રણ ગુણ ગ્રહણ કરનારૂં પ્રતિરૂપ માને છે.
પાંચમા ભેદવાળાને શે। આરાય છે તે સાફ રીતે કહ્યો નથી, તથાપિ સૂર્ય જેવા ખરેખરા અને વાસ્તવિક છે, અને તેની સપાટી ઉપર ચિહ્ન છે તે તેના વાળ અને દાહાડી ઇત્યાદિ છે એમ ગણી તેની આરાધના કરે છે. આ મતના માનવાવાળા. લેાકા હુવણાંના સૌર મતવાળાની સાથે જે વિષયમાં મળતા આવે છે તે વિષય એ છે કે સૂર્યનાં દર્શન કયા વિના તેએ ભેાજન કરતા નથી. માનવાવાળા, ઉપર લખેલા પક્ષવાળાથી વિરુદ્ધમાં
“સૌરના છઠ્ઠો ભેદ છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com