________________
રાસમાળા
અને અરિષ્ટનેમીના પ્રાસાદ બાંધ્યા. પછીથી, શત્રુંજય ઉપરનાં દેવાલયોનો પ્લેચ્છ લેકોએ નાશ કર્યો, અને કેટલાક કાળ સુધી, પવિત્ર પર્વત ઉપર ઉજડપણાનું રાજ્ય ચાલ્યું.'
જેવામાં વિક્રમ રાજા પૃથ્વીને રણમુક્ત કરવાને ઉઠયો, તેવામાં એક ગરીબ શ્રાવક ભાવડ કરીને હતો તે અને તેની સ્ત્રી ભાવલા, કાસ્પિલ્ય પુરમાં વસતાં હતાં, તેમની સૂચના પ્રમાણે તેમને ઘેર આવી ચડેલા બે યતિઓની તેઓએ સારી સેવા કરી, તેથી ચમત્કારિક ગુણની એક ઘડીની તેઓને પ્રાપ્તિ થઈ. ભાવડ, ત્યાર પછી, ડી વારમાં ઘડાને મોટો વ્યાપારી થઈ પડ્યો. તેણે વિક્રમાદિત્યની ઘડશાળામાં સારા ઘોડા આપ્યા, તેથી તે રાજાએ તેને મધુમાવતી (અથવા મહુવા) જે સેરઠામાં છે તે જાગીરમાં આપ્યું. આ નગરમાં તેને જાવડ નામે એક પુત્ર થયો. તે તેના બાપના મરણ પછી તેનો વારસ થયો. તે જાણે ડહાપણનો બીજે દેવ ના હોય એ પ્રમાણે પિતાના નગરનો કારભાર ચલાવવા લાગ્યો. નઠારી વેળામાં મુગલ લેકોની સેના સમુદ્રની ભરતીની પેઠે આખા દેશ ઉપર પથરાઈગઈને તેઓ સેરડ, લાટ, કચ્છ અને બીજા દેશોમાંથી ગાયો, અનાજ બધા પ્રકારની માલમિલક્ત, છોકરાં, સર્વે જાતિની સ્ત્રિયો અને વળી પુરૂષોને પણ લઈ પિતાને “મુગલ”દેશ જતા રહ્યા. તેઓ બીજી જાતિના લકે સાથે જાવડને પણ પકડી ગયા હતા, ત્યાં ગયા પછી પણ એ વ્યાપારિયે દ્રવ્ય મેળવ્યું; તે ધર્મક્ષેત્રમાં હતો ને જે પ્રમાણે ધર્મ પાળતો તે પ્રમાણે જ અહિં પણ પાળવા લાગ્યો, અને જૈનનું એક દેરૂં બાંધ્યું. ધમ પુરૂષો ત્યાં જઈ પહોંચતા તેને જાવડ સારો સત્કાર કરતો હતો તેથી તેના મોં આગળ તેઓએ શત્રુંજયનાં વખાણ કરવા માંડ્યાં, અને ભવિષ્ય વર્યું કે એની ફરીથી પ્રતિષ્ઠા કરવાનું તમારે માથે નિર્માણ થયું છે. વળી તેઓએ તેને કહ્યું કે, પવિત્ર પર્વતના રક્ષક દેવ પ્રાણઘાતક, માંસાહારી અને દારૂડિયા થઈ પડ્યા છે; સ્વધર્મત્યાગી કમઠ યક્ષ, જૈનધર્મનાં માણસો જે ત્યાં જવાની હિંમત ચલાવે છે તેઓનો નાશ કરે છે; શત્રુંજયની ગરદમ કેટલાક ગાઉ સુધી ભૂમિ ઉજજડ થઈ ગઈ છે; અને ત્રાભ દેવની પૂજા કરવાને
૧ વિસ્તારપૂર્વક વર્ણન માટે જુવો રાસમાળા પૂરણિકા અંક ૨.
૨ મૂળ પુસ્તકમાં એમ છે. ગુજરાતી ભાષામાં “ મુગલ” અથવા મોગલ લખાય છે.
૩ મહી અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ.
૪ ચ્છનાં નામ પ્રાચીન ગ્રન્થામાં અનુપ દેશ, જર્ત દેશ, ભેજકટ, ઉદમદેશ, સાગરદ્વીપ જોવામાં આવે છે, અને વાગડ જે કચ્છનું એક પ્રગણું છે તેનું નાનું નામ વચ્છ દેશ મળે છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com