________________
શત્રુંજય ઝાડની હાર છે તેની ઘટાઓથી સૂર્યને તાપ લાગતો નથી. પર્વતના સ્કંધ અથવા ચડાવ ઉપર, બેથી તે ત્રણ માઈલ સુધી થાક લાગે એવો રસ્તો છે, પણ બે બાજુએ વિસામે લેવાની ઘણી જગાઓ છે. પાણીનાં નાનાં તલાવ અને ફૂવા છે, તથા હાનાં દેરાસર બંધાવેલાં છે. આ ચૈત્યમાં તીર્થંકરનાં પગલાં છે. આવો રસ્તો વટાવીને યાત્રાળુ છેવટે બેટના જેવા ઉપરના ડુંગર આગળ આવી પહોંચે છે. આ ડુંગર ઘણું સુંદર રંગના ખરાબાનો બનેલે છે, તેના ઉપર તેના ધર્મનું ચૈત્ય છે. આ ડુંગર બે શિખરનો છે તેની વચ્ચે એક ખીણ છે તે ઘણું ખરી પૂરાઈ ગઈ છે, અને દેવાલય, અગાશિયો, અને વાડિયાથી છવાઈ ગઈ છે. બધાયની આસપાસ કોટ છે, અને તોપને માટે તેમાં કાશિકાં મૂક્યાં છે. આ ઘેરાવામાં બીજા ન્હાના કોટ છે તેથી ઘણાં દેરાસર, પોતપોતાની મેળે સ્વતઃ કોટના જેવાં બની રહેલાં દેખાય છે. દક્ષિણ શિખર ઉપર મધ્ય સમયનાં દેરાસર છે, તે કુમારપાળ અને વિમલશાહનાં બંધાવેલાં છે, ત્યાં એક તલાવ છે તે, તે જગ્યાની દેવી ખોડિયારના મહિમાને લીધે પવિત્ર ગણાય છે, તેની પાસે જૈન તીર્થકર ઋષભ દેવની વિશાળ કદની મૂર્તિ છે, તેના પગ આગળ જીવતા ખરાબામાંથી કેરી કહાડેલે પોઠિયે છે. ઉત્તર શિખર ઉપર મોટામાં મોટું અને ઘણું પુરાતન ચિત્ય છે તે દંતકથામાં કહેવાતા સખ્ખતી રાજાએ બંધાવ્યું છે એમ કહેવાય છે. શત્રુંજય ઉપર જૂનાં દેવાલયો થોડાં છે; અને વારે વારે જીર્ણોદ્ધાર થાય છે તેથી તેમની આજુ બાજુએ હાલનાં દેરાસર છે તેમાંથી ઓળખી કહાડવાને બહુ કઠણ પડે છે, પણ જે આધુનિક છે તે સર્વ વંદને નામે ઓળખાય છે. હિંદુસ્થાનમાં, ચારે મગથી–સિધુ નદીથી તે પવિત્ર ગંગા નદી સુધી, અને હિમાલયના હીમનાં મુકુટધારી શિખરેથી તે તેની કન્યાકુમારી, જે રૂદ્રને સારૂ સૂજેલી અર્ધાંગના, તેના ભદ્રાસન સુધીમાં એકે નગર એવું નહિ હોય કે જ્યાંથી એક અથવા બીજી વેળાએ, પાલીટાણુના ડુંગરને વિરાજમાન કરનાર દેરાસરને નાણુની ભેટ નહિ આવી હોય; એક ગલી પછી બીજી ગલી, અને એક ચોક પછી બીજે ચોક, એ પ્રમાણે જૈન ધર્મનાં દેવાલય તેઓના ભવ્ય કોટ સહિત વિસ્તાર પામ્યાં છે, તે અદ્ધ મહેલ જેવાં, અદ્ધ કોટ જેવાં, એકાન્ત અને મહિમાવાન પર્વત ઉપર દેદીપ્યમાન આરસ પાહાણનાં બાંધેલાં, અને સ્વર્ગના મહાલય સમાન, છેક ઊંચે હવામાં મૃત્યુ લોકોને પગ દેવાને દુર્લભ એવાં છે. પ્રત્યેક ચૈત્યના ગંભારમાં અજિતનાથની, આદિનાથની અથવા કેઈ બીજા તીર્થકરની એક અથવા વધારે મૂર્તિઓ છે, તેને ઉદાસીન વૃત્તિ ધારણ કરેલે, આરસ પહાણની મૂર્તિને આકાર, રૂપેરી દિવિના ઓછા અજવાળાથી ઝાંખો દૃષ્ટિએ પડે છે, અગરબત્તીની સુગંધ હવામાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat