________________
રાસમાળા.
નામે નગર દર્શાવે છે, આ ઠેકાણે અસલને વારે મુસલમાન પાદશાહના સરદારે પ્રાન્તની જમાબંદી વસુલ કરતા હતા. એક પડી ગયેલી મજીદની પાસે અસભ્ય મરાઠાએ એક દેરું બાંધ્યું છે. અને ખરે અશુદ્ધ જોડણીને અને કઢંગી રીતે કાતરેલો નીચે લખેલ લેખ છે;
શ્રી શિવનાં પગલાં પ્રયાસથી દામાજી ગાયકવાડ અહરનિશ પૂજે છે. સંવત્ ૧૯૯૪. (સન. ૧૭૩૮.)”
ચમારડીને ડુંગર ઉપર ઉભો રહીને જેનાર, દક્ષિણ ભણી નજર કરે છે, પર્વતની હારોથી ચિત્રવિચિત્ર થયેલ આકાર તેની નજરે પડે છે. ભૂમિ ઉપર થોડાક માઈલ સુધી, અને પીરમની દક્ષિણમાં, ખાખરાના ડુંગર દષ્ટિએ આવે છે; છેક પાસે, અને બહુ પશ્ચિમમાં ખડકમય હાર શિહેરને વિટલાયેલી દેખાય છે, અને એથી પણ પશ્ચિમમાં, આઘે, પવિત્ર પર્વત શત્રુંજયને ઉત્તમ આકાર, જેના ઉપર ખડકવાળો ઉપરનો ડુંગર, જે રાજમંદિરના જેવી બાંધણિયોથી ભરપૂર છે એ વિરાજતે છતે પાલીટાણાના બુરજ અને મિનારા કરતાં પણ ઉંચો ઝોકાં ખાતે દેખાય છે.
જેન લેકાના ર૪ તીર્થકર થયા, તેમાંથી આદિ આદિનાથે ૨ શત્રુંજયના પર્વત ઉપર તપશ્ચર્યા કરી હતી તેથી તે પવિત્ર ગણાય છે. તે સમુદ્રની સપાટીથી સુમારે બે હજાર ફૂટ ઊંચો છે. યાત્રાળુ લોક અહિ આવે છે તે પાલીટાણું શહરમાં થઈને પર્વતની તલાટિયે આવે છે, તે રસ્તે બન્ને બાજુએ વડનાં
૧ જૈન ધર્મના ચોવીશ તીર્થકરેનાં નામ, તેમનાં માતપિતાનાં નામ, લાંછન, એટલે તીર્થકરની પ્રતિમા નીચે તેનું ચિહ્ન થાય છે તે, કે જેપરથી ક્યા તીર્થંકરની પ્રતિમા છે તે ઓળખાય છે, એ સધળી વિગત માટે જુવો રાસમાળા પૂરણિકા પરિશિષ્ટ અંક. ૧.
૨ હિંદુઓના ચાર યુગને મળતા, જૈનેના ૬ આરા છે. ત્રીજા આરામાં કશ્યપ ઋષિના વંશના ઈફવાકુ રાજાને વંશજ નાભી રાજી થયો. તેને મરુદેવી નામે રાણી હતી અને ત્રષભ દેવ નામે પુત્ર હતું તે જ જનના પહેલા તીર્થંકર આદિનાથ. ષભ દેવના પહેલાં પૃથ્વી ઉપર વર્ષાદ વર્ષ નહિ, અગ્નિની ઉત્પત્તિ હતી નહિ, કઈ કાંટાવાળું ઝાડ થતું નહિ; વિદ્યા તેમ જ ચતુરાઈને ધંધો જગતમાં હતું નહિ. આ સર્વ દેવે દાખલ કરાયાં, માણસેને ત્રણ કર્મ શીખવ્યાં–-ઉષીકર્મ, અથવા લડાઈ અને રાજ્યની વિદ્યા; મશી કર્મ અથવા શાસ્ત્રવિધા; કશીકર્મ (કૃષિકર્મ) ખેતીવાડીની વિદ્યા. આ વેળાએથી મનુષ્યએ નિયમિત બંધ કરવા માંડ્યો. છેલ્લે તીર્થકર મહાવીર સ્વામી વિક્રમાદિત્યના સંવતની પહેલાં ૪૭૦ વર્ષમાં (ઈ. સ. ની પૂર્વે પર૬) નિર્વાણ પામ્યા; ત્યાર પછી ત્રણ વર્ષ, આઠ માસ, અને બે અઠવાડિયે પાંચમા આરાને પ્રારંભ થયો તે એકવિશ હજાર વર્ષ સુધી ચાલવાને છે. | (8ષભ દેવનું સ્થાપન લાટ દેશમાંના ભગુકચ્છ(ભરૂચ)ની પાસે નર્મદાના તટ ઉપર વસેન મુનિયે કાવતાર તીર્થમાં કહ્યું, આ સ્થાન હાલ નિકાવિહાર કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com