________________
છે
ફાર્બસજીવનચરિત્ર ઉત્સાહથી માથે લીધું. ફાર્બસ સાહેબનું નામ સુરાષ્ટ્ર દેશના રાજાઓને એવું પ્રિય હતું કે ફાર્બસ સારૂ “જે કરે તે ઓછું,” એવું તેઓ માનતા હતા. તેઓએ ઉદાર મનથી “ગૂજરાતી સભા” અર્થે નાણાં ભસ્યાં. એ સભાના ઉપયોગ સારૂ એક લાખ રૂપિયાને સંગ્રહ કરવા વિચાર હતા. તેમાંથી રૂપિયા ૨૮,૨૦૦* અઠાવીશ હજાર બસે સુરાષ્ટ્રમાં ભરાયા; અને માત્ર થોડાક જ દિવસમાં મુંબઈના શ્રીમંતએ રૂ. ૩૭,૫૦૦ ભયા. બીજા ગૃહસ્થ પણ એ વિષયે જાણતા તેમ સારે આશ્રય આપવાની ઇચ્છા દર્શાવી આશા આપતા, તે ઉપરથી ધાયા કરતાં અધિક નાણાને આશ્રય મળશે એવું એક સમયે ભાસ્યું હતું.
પ્રથમ મુંબઈમાં વાલકેશ્વર સમીપ ફાર્બસને બંગલે ચેડા ગૃહસ્થો મળ્યા. અને પછી તા. ૨૫ મી માર્ચ સન ૧૮૬૫ ને દિને પ્રસિદ્ધ ગૃહસ્થોને આમંત્રણ કરી એક સભા મુંબઈના પુરાલયમાં મેળવી. સર્વના એકમતથી “ગુજરાતી
* એ રીતિએ ભરાયેલાં નાણામાંથી જે આજ સુધીમાં વસુલ થયાં છે તેની વિગત.
૫૦૦૦ શ્રી જુનાગઢના નવાબ સાહેબ. ૫૦૦૦ શ્રી ભાવનગરના ઠાકુર સાહેબ. ૪૦૦૦ શ્રી નવાનગરના જામ સાહેબ. ૨૫૦૦ શ્રી ધરાંગધના રાજ સાહેબ. ૨૦શ્રી પોરબંદરના રાણા સાહેબ રૂ. ૨૫૦૦ માંથી. ૧૭૫૦ શ્રી ગાંડલના ઠાકુર સાહેબ. ૧૨૫૦ શ્રી વઢવાણના ઠાકુર સાહેબ. ૧૨૫૦ શ્રી લિંબડીના ઠાકુર સાહેબ. ૧૦૦૦ શ્રી મેહરબીના ઠાકુર સાહેબ. ૧૦૦૦ શ્રી પાલીતાણાના ઠાકુર સાહેબ. ૩૦૦ શ્રી ચુડાના ઠાકુર સાહેબ. ૩૦૦ શ્રી સાયલાના ઠાકુર સાહેબ, ૩૦૦ શ્રી જસદણુના ખાચર સાહેબ. ૨૦૦ શ્રી અજાણના મલેક સાહેબ. ૨૦૦ શ્રી માલિયાના ઠાકુર સાહેબ. ૧૦૦ શ્રી કેટડાના ઠાકુર સાહેબ.
૧૦૦ શ્રી વીરપુરના ઠાકુર સાહેબ એ રીતિએ કાઠિયાવાડનાં, અને બીજાં મુંબઈનાં નાણાંમાંથી માત્ર રૂ. ૫૦૦) સદ્દગત શેઠ. ગેકુલદાસ તેજપાલના વસુલ થયાં છે. તેની સરકારી નેટા લઈ મુંબઈ બેંકમાં રાખવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com