________________
૪૫
“ફાર્બસ ગૂર્જરાતી સભા'ની ઉત્પત્તિ વાંચનાર વિવેકીને માત્ર તેની સ્મૃતિ કરાવવી એટલું પૂર્ણ વિચારાય છે. ઈશ્વરની લીલા અકલિતા અને અપરંપાર છે, એ સત્ય છે.
અખિલ જગતમાં સર્વોપરી સંસ્કૃત તેની પુત્રી ગુર્જરી ભાષા,–જે વિચારની વાચકમુદ્રા, અથવા જ્ઞાનના ભંડારની મંજૂષાનો આપણું ગૂર્જર બાંધાને અર્થ સારશે, એવું અતિ ઉપયોગી સાધન–તેને સર્વ પ્રકારે પોષવી અને શૃંગારવી એવો સંક૯પ ઉઠ્યાથી, તેમ કરવાનાં સાધન ઉપર પ્રથમ આ લેખકનું લક્ષ ગયું. તેમ કરવામાં પ્રથમ એક મિત્ર (જે પિતાનું નામ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા નથી) જે દેશીઓને મિત્ર, ધાર્મિક અને જે અજ્ઞાત રહી લેકનું યથાશક્તિ કલ્યાણ કરવા સદા તત્પર રહે છે, તેઓનું સંમત લીધામાં આવ્યું. તેણે એ શુભ યોજનામાં ઉત્તેજન આપ્યું. સંકલ્પ સિદ્ધ થાય એવી આશા થવા માંડી. વિદ્વાન, ઉદાર, પરોપકારી, દેશીઓના મિત્ર, અને સંક્ષેપમાં આપણે જેનું જીવનચરિત્ર વાંચીએ છીએ તેવા વર્ગના પુરુષોમાંને એક, ડાકટર ઉલસન, તેને એ વિચાર સંભળાવ્યો. તેણે પણ પિતાની સમ્મતિ આપી. એમ સંકલ્પ બળવાન થઈ સારૂ રૂપ ધારણ કરવા લાગ્યા. એવામાં ગૂર્જરાત અને ગૂર્જરાતી ભાષા સાથે સજ્જડ એકીભૂત થઈ ગયેલું ફાર્બસનું પ્રતાપી નામ સ્વાભાવિક રીતિએ જ, આ લખતાં આ જ શોકમિશ્રિત આનંદ પામનારને, સ્પરી આવ્યું. તેણે ફાર્બસ સાહેબને મિલીને સર્વ યોજના નિવેદન કરી. તે શુભ સમયે અંતઃકરણમાં આનંદ પામી તદ્દર્શક પ્રસન્ન મુખે ફાર્બસે કહ્યું કે –“મારા મનમાં એ વિચાર નિરંતર રમ્યાં કરતો હતો, પરંતુ “મારી પાસે સાધન ન હતાં તેથી સિદ્ધ કરી શકી નથી, અને એ કામમાં *** હું પણ યથાશક્તિ પરંતુ બહુપ્રીતિથી સર્વ પ્રકારે સામીલ રહીશ. ઈ. ઈ. ” પછી એ વિચાર સિદ્ધ કરવા ફાર્બસે પોતાનું બહુ લક્ષ આપવા માંડ્યું. મુંબઈના કેટલાક શ્રીમંત ગૃહસ્થને કાને એ વિચાર આ લેખકે નાંખ્યો, તેઓએ નાણાંને આશ્રય આપવા સ્વીકાર્યું. તે શુભ સમાચાર મિ. ફાર્બસને કહ્યા એટલે તેઓને અધિક ઉત્સાહ થયે. સંકલ્પિત સભાના ઉદ્દેશ શા શા છે તે વિષયનાં પ્રસિદ્ધિપત્ર છપાવી સર્વને જાણ કર્યું. સુરાષ્ટ્રના રાજાઓ પાસે નાણાંને આશ્રય લેવા ત્યાંના અધિકારીઓ દ્વારા ફાર્બસે પ્રયત્ન કર્યો. રાવ મુકુંદરાયે તે કાર્ય
૧. એ સંભાવિત ગૃહસ્થનું નામ ધી રેવરેન્ડ મિસ્તર ધનજીભાઈ નવરેજ છે. પ્રથમવૃત્તિમાં તેની નામ ગુપ્ત રાખવાની ઈચ્છાનું ઉલ્લંઘન કરી શકાયું ન હતું. પરંતુ તેવા સદગૃહસ્થનું નામ ગુપ્ત રહે એ અંતઃકરણને ભારકારી હતું. આ વાત પણ તેઓની અનુજ્ઞા લીધા વિના તેઓનું નામ પ્રસિદ્ધ કરાય છે. આશા છે કે તેઓ એ દેશને સંતવ્ય ગણશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com