________________
પર
ફાર્બસજીવનચરિત્ર. કીન ફાર્બસ સિંધમાં ‘સર’ ખાતામાં અહણાં જ નકર થયા છે. ફાર્બસની વિધવા અને બીજું કુટુંબ વિલાયતમાં છે. ફાર્બસ સાહેબ સંતોષી હતા. મુંબઈમાં ખરા સટ્ટાના સમયમાં ઘણું યૂરેપીએ હસ્તે પરહતે સટ્ટામાં ભાગ લીધો હતો, પણ ફાર્બસ સાહેબે તેનું નામ પણ ન હતું દીધું. પરંતુ કુસંગાસંગદેષ જેવી એક મહાખેદકારિણું વાર્તા બની છે. પોતાના સર્વ ધનના ફાર્બસે મુંબઈ બેંકના શેર” લઈ રાખ્યા હતા. ફાર્બસની સદ્ગતિ પછી શેરસટ્ટાને ઉભરો શમી જઈ જે ધનને વિનાશ થયો તેમાં મુંબઈ બેંકનું પણ સર્વસ્વ ગયું, એથી તેના “શેરનું મૂલ્ય કઈ રહ્યું નહિ, તેથી મૂલ્યવાન ગણી સંગ્રહેલા તે શેર ઉપર ફાર્બસના કુટુંબના નિર્વાહનો જે આધાર હિતે, તેમાંથી સેનાને સર્પ થઈ જાય તેમ થયું. તેથી તેના કુટુંબને એ હાનિ પણ અકસ્માત દુઃસહા થઈ પડી.
મનુષ્યપ્રાણું સંપૂર્ણ નથી. તેમ સતે ઉપરના જીવતચરિત્રમાં કઈ દોષ દેખાતો નથી, એટલું જ નહિ પણ કઈ કઈ પ્રસંગે, જ્યાં જ્યાં સદ્ગણ દેખે ત્યાં ત્યાં ગુણરાગથી વશ થનાર મનથી, કોઈને અધિકા લાગે એવી કહીં પ્રશંસા પણ થઈ હશે; તે વિષે તટસ્થ થઈ વિચાર કરતાં આ લેખક છેક અભાન છે એમ નથી. તે પણ, આ લેખકના સ્મરણમાં કાર્બસના દોષ સ્પરતા નથી; એટલે, સારા ગુણના પ્રકાશથી ખાઈ જવાની નિર્બલતાને પિતે સ્વીકાર કરવો એ તેને સુતર લાગે છે. વિશેષમાં સ્વાર્થ વિના અને કામના વિના, કલ્યાણકારી મહાજનો આપણા દેશ ઉપર ઉપકાર કરે, તેઓની સુજનતાની તથા મહત્તાની તુલના અને મૂલ્ય હોય તેથી અધિક કદાપિ ગણાયું હેય, તે તે આપણા જેવા કૃતજ્ઞા લેકને દૂષણરૂપ નહિ, કિંતુ ભૂષણરૂપ છે. એ વિચારાનુસારી આ લેખક છે.
| ( શિખરિણી). ભરેલા સદ્ગશે કશુ મન અભિમાન ન વહ્યું, મને જેને તે લોકહિત કરતાં પ્રિય ન કર્યું. પ્રજા રાજા વચ્ચે પ્રતિ સબલ સુબંધન બને, સહુ ઘો આશીર્ષસવદધિકારી પુરુષને.
મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. ફાર્બસ ગૂજરાતી સભાને માનદ મંત્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com