________________
ફાર્બસની ધર્મનિષ્ઠા
૪૩ તરંગ ઉઠે છે તેમ, અમુક સમયે અમુક દેશમાં પણ અનેક પ્રકારના તરંગ આવે છે. કોઈ વાર વિવિધ પ્રકારની મહામારી આવી ત્યાંના નિવાસીઓનાં શરીરને પીડા કરે છે; કોઈ વાર કોઈ પ્રકારના મતમતાન્તર વા ભ્રાન્તિઓ આવે છે. તે તત્રત્ય નિવાસીઓનાં અન્તઃકરણને ચલિત કરી લાભહાનિ કરે છે. તેના ઝપાટામાં આવતાં, અપક્વ લેકેને અભિઘાત અધિક થાય છે. યુરોપમાં એ પ્રકાર વારંવાર જોવામાં આવે છે; કારણ ત્યાંના લેકેને સ્વભાવ સ્થિતિપાલક કરતાં સ્થિતિચાલક અધિક છે. આપણા રાજકર્તાના દેશીય લેક ઉદ્યોગમાં, વ્યાપારમાં અને ધનપાર્જનમાં કુશલ અને સુસ્થિર છે. પરંતુ ધર્મવિચારમાં અને તત્વજ્ઞાનમાં તેવા નથી. તેથી ત્યાં કઈ વાર ધર્માધર્મના, કેઈ વાર જડ વિદ્યાના, અને કોઈ વાર ચૈતન્યવિદ્યાના, તરંગે આવે છે. અને તેમાં મગ્ન થતા લેખકે તત્રધાન લેખ લખે છે. ફાર્બસ સાહેબ ધર્મનિષ્ઠ હતા તેથી જડના કરતાં ચૈતન્યના પક્ષને ઉત્તમ માનતા. એક સમયે “Buckle's History of Civilization” નામે પુસ્તક કોઈ મિત્ર વાચવા સારૂ તેઓને મોકલ્યું. પિતે તેનો કેટલેક ભાગ વાચ્યો અને પછી નીચે ઉતારેલાં શેકસપીઅરનાં બે ચરણ તે ઉપર લખી તે પુસ્તક પાછું મોકલ્યું: “There are more things in heaven and earth, Horatio, Then are dreamt of in our philosophy."
આપણું સમજણના સ્વમમાં આવ્યા હોય એથી વિશેષ વિષયો આ લેકમાં અને પરલોકમાં છે. અર્થાત્ સ્વમમાં કિંવા કલ્પનામાં પણ ન આવી શકે એવા વિષયે આ લોક પરલોકમાં અસંખ્ય છે.
ફાર્બસના ઉપર ઈશ્વરની કૃપા સારી હતી તેથી તે બહુ ભાગ્યશાલી હતા. ઉપકૃત થયેલાના આશીર્વાદથી તેનું જીવન સુખમાં અને શાન્તિમાં વિતી ગયું છે. મહાવૃક્ષ રોપનારાઓને તેનાં ફલ ચાખવાને સમય ભાગ્યે જ આવે છે. એવા વૃક્ષને ફલતાં વિશેષ વાર લાગે છે; એટલામાં રેપકના અસ્થિર દેહને અંત આવે છે. પોતાનાં વાવેલાં બીજેનાં વૃક્ષો થઈ તે ઉપર ફૂલ ફલ બેસતાં દેખી થતા ગુપ્ત સંતોષાનંદને અલભ્ય લાભ સુકૃતી ફાર્બસને મળ્યો હતે.
બહુ કરી મનુષ્ય એકાન્તમાં હોય છે ત્યારે પિતાની સ્વાભાવિકી સ્થિતિમાં હોય છે. કેઈ ઉપરિની દૃષ્ટિ તેના ઉપર પડેલી છે એવું તેના જાણ્યામાં હોય છે, ત્યારે તે કૃત્રિમ સ્થિતિમાં આવે છે. મનુષ્યોનાં કર્મને પણ એ જ નિયમ લાગુ પડે છે. એ ભૂતાર્થ ફાર્બસના જાણ્યામાં તેથી પિતે વાવેલાં બીજ કેવી સમૃદ્ધિ પામ્યાં છે, તેને તેઓની સ્વાભાવિકી સ્થિતિમાં જોવા સારૂ, ગુર્જરાત ભણી પિતાના અવસાનકાલના થોડા જ માસ પૂર્વે ફાર્બસ અજ્ઞાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com