________________
સ્થિતિપાલપક્ષ-ફાર્બસના ગુણ
૪૧ તે ન જ કરવી. સંપૂર્ણ અનુભવ વિના દેષદૃષ્ટિ કરનાર લેકને ભારે હાનિનો સંભવ છે. સાર અસાર સમજ્યા વિના જે, પરિવર્તન-ફેરફારવાનરવિદ્યા કરવા ઈચ્છે છે, તેનામાં સ્વસ્થિત જે ઈષ્ટ હોય છે તે બહુ કરી જાય છે અને પરિસ્થિતિ અનિષ્ટ હોય છે તે આવે છે, તથા સ્વસ્થિત અનિષ્ટ હોય છે તે રહે છે, અને પરિસ્થિત ઈષ્ટ હોય છે તે આવતું નથી. એમ દુર્ભાગ્યે વાનરવિદ્યાથી સર્વ પ્રકારે અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. એથી બહુ સાવધાનતાથી અને સ્વસ્થતાથી સંપ્રદાય સંબંધમાં વર્તવાની આવશ્યકતા છે. યૂરપમાં પણ વિવેકી અને અનુભવી વિચારકે એવા આશયના જ અભિપ્રાયથી વર્તે છે.
આપણું તત્રભવતી મહારાણીના સ્વામી પ્રિન્સ કેનસર્ટ આબર્ટના વિદ્યાગુરુ બેન સ્ટેકમાર સન ૧૮૪૮ માં પોતાના શિષ્ય પ્રિન્સ કેનસટને લખે છે કે –
“Your Royal Highness, in your political argument, uses the phrase "Conservative" several times. Conservetive, in a strict sense, is Nature and Nature only, which maintains, uninterruptedly and in continuous action, a portion of the old, rejects a porton of what has grown too old, and in its stead Creates and establishes a portion that is new." The Life of Prince Consort. People's Edition part. I p. 80. .
ફાર્બસ સાહેબના સાંસારિક કિવા સામાજિક વિચારે પૂર્વોત પ્રકારને અનુસરતા વિવેકપૂર્વક સ્થિતિપાલક હતા.
સવિવેક પુરાણપક્ષ અને સવિવેક નવીનપક્ષ ઉભય પ્રકૃતિસિદ્ધ છે તથા પરસ્પર ઉપયોગી છે. તેઓમાંના વિવેકી અગ્રણીઓએ લક્ષમાં રાખવાનું આ હિતકારક છે કે અ ન્યના આચારવિચાર ઉપર રાગદ્વેષ અને દુરાગ્રહ બની શકે એટલા ઓછા કરી, સ્વપક્ષ ઉપરિ પ્રીતિ ભલે કરાઓ પણ પરપક્ષ ઉપર અપ્રીતિને લીધે તિરસ્કાર ન કરવો, એમાં દક્ષતા છે. કારણ અન્ત તો સ્વાભાવિકને સંગ્રહ અને વિવેકથી વિવર્જન થઈ સત્યમૂલક યોગ્યતમ હશે તે જ ચિરંજીવિ રહેવાનું. એ સિદ્ધાન્ત છે.
કારણ અવસ્થામાં વિવેચન ન થઈ શકે, પણ પરિણામ પામી કાર્યઅવસ્થામાં આવેથી સમજાય, એવા થોડાક અપૂર્વ ગુણને ફાર્બસમાં સંગ
i Natural Selection and Rational Elimination.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com