________________
ફાર્બસજીવનચરિત્ર
સખલ સુખદ સંપ્રદાય દેશકાલાધિકારાનુસાર બંધાયા છે અને બંધાશે. એ સંબંધમાં વિચારાનેા કંઇક આવે અભિપ્રાય પ્રતીત થાય છે.
૪૦
આ સૃષ્ટિના પ્રાયઃ સર્વ વિષય સંબંધમાં મધ્ય માર્ગ નિર્માંધ તથા ક્ષેમતર લાગે છે અને તે માર્ગ આ સુષ્ટિના સૃષ્ટાના માર્ગને અનુસરતા છે. આ સૃષ્ટિમાંનાં પ્રાણિપદાર્થોની પ્રકૃતિના સંબંધમાં એક અખાધ્ય નિયમ આવે જણાય છે કે,-જેટલા જીવત પદાર્થો છે તેમાં ‘અલ' ઉપાદેય અને ‘મલ’ હેય હાય છે. મૂલ ઉત્પન્ન પદાર્થ અવિચ્છિન્ન રાખવા અને તેમાં દેશકાલાનુસાર જે સ્વાભાવિકી સંપત્તિનાં બીજ હાય તેનું બલ વધારવું, અને તેમ થતાં જે મલભાગ આવ્યેા હાય તેને ત્યાગ કરવા. એમ થયે શેાધનવર્ધન થાય છે અને તે મૂલ પદાર્થ સતત સજીવ વર્તે છે. અને એ જ યથાક્રમ છે. સજીવ વૃક્ષમાં એ ક્રિયા સર્વને પ્રત્યક્ષ દેખાય છે. તે સ્વસ્થાનમાંથી અલપુષ્ટિ લીધાં કરે છે, અને શુષ્ક પત્રાદિ રૂપ મલના ત્યાગ પણ કરે છે, અને વૃદ્ધિ પામ્યાં કરે છે, અને મૂલ વૃક્ષ બન્યું રહે છે. મનુષ્ય શરીરમાં પણ સ્વદેશકાલ અને સ્વશક્તિ અનુસાર સ્વપ્રકૃતિને અનુકૂલ પદાર્થના સેવનથી ખલ વધે છે, અને નખાદિ મલન ત્યાગ કરવામાં આવે છે, અને શરીરસંતતિ થયાં કરે છે. એ સૃષ્ટિના નિયમાનુસાર યથાક્રમ છે.
એ જ પ્રકારે સંપ્રદાય સંબંધમાં છે. આ દેશકાલને અનુકૂલ આચારવિચાર, સ્વભાવ, સંસ્થિતિ, શીલ, વ્યવહાર, રીતિભાતિ, ગતાનુગતિ, રૂઢિ, ઇત્યાદિ નામથી ઓળખાતા જે સંપ્રદાય છે, તે સંબંધમાં પણ સૃષ્ટિને જે યથાક્રમ નિયમ છે. તદનુસાર થયે, અનાયાસ યથેચ્છ થવા સંભવ છે.
અહુણાં અણુપક્ષીઓ અજ્ઞાનને લીધે દેશકાલને પ્રતિકૂલા એવી કૂડી રૂઢિઓ,−જેમાં આચારવિચારાદિનાં પ્રતિફલ, વિકલ, વ્યંગ, અને વિચ્છિન્ન થઈ રહેલાં પણ દીર્ધ વિચાર કર્યાં પછી જ વર્તાય છે—તેને વળગી રહી, ઉદયના ખાધક પ્રતિબંધને સહે છે અને વહે છેઃ તેમ નવીન પક્ષીએ અનુભવના અને સંપૂર્ણ વિવેકવિચારના અભાવે જે જે પૂર્વસ્થિત હાય છે તેમાં દોષષ્ટિ કરી તેમાં ફેરફાર કે તેના ત્યાગ કરવા ઈચ્છે છે; અને અપરીક્ષિતા અને અપરિચિતા સ્થિતિને આણવા પ્રયત્નવાન હેાય છે. કર્તવ્યની સિદ્ધિમાં એ ઉભયપક્ષનું આચરણ ઈષ્ટ નથી. સૃષ્ટિના નિયમને મધ્યમાર્ગ જ ઈષ્ટપ્રદ માર્ગ છે. પ્રથમ તા સંપ્રદાય શબ્દમાં અન્તર્ગત થતા પૂર્વોક્ત આચારવિચારાદિને રાગદ્વેષ વિના યથાવિધિ સમજવા અને પછી સ્વદેશ, સ્ત્રકાલ, સ્વસ્થિતિ, સ્વશક્તિ આદિ ઉપર લક્ષ રાખી તેમાંથી ગુણપ્રદ હાય તેને સંગ્રહ કરવા અને દુષ્ટ હૈાય તેને ત્યાગ કરવા. તેમાં પ્રથમથી દાષષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com