________________
ફાર્બસજીવનચરિત્ર સન ૧૮૬૪ માં ધી. આનરેબલ ઉલિયમ દીયર ગયા, ત્યારે તેમના બામ્બે-બ્રાન્ચ–આવ–ધી-રેયલ-એશિઆટિક-સાયટી”ના પ્રમુખસ્થાને ફાર્બસ સાહેબને સ્થાપવાની સર્વ ગૃહસ્થની ઈચ્છા હતી. પરંતુ પિતાને સ્વભાવ મિષ્ટ વિનીત હેવાથી, તે ઉચ્ચ પદ બીજા કોઈ ગૃહસ્થથી અધિક શોભશે એવું માની ઉપકાર સાથે નમ્રતાથી તે માન્ય કરવા ના કહી; ત્યારે તેઓને એક ઉપપ્રમુખ ઠરાવ્યા. તે જ વર્ષમાં અત્રેની સમસ્તશાલાના (યુનિવર્સિટીના) ઉપપ્રમુખનું (Vice-Chancellor) મહામાનદ પદ સરકારે એઓને આપ્યું.
વિદ્યાસંબંધિની, કલાકૌશલ્યસંબંધિની અને લોકહિતકારિણી બહુ સભાઓ સાથે મુંબઈમાં પણ ફાર્બસને સંબંધ હતો. બહુધા ઉપયોગિ કૃત્યોમાં ફાર્બસનું નામ દીઠામાં આવે છે. અત્રેની સર જમશેદજી “કલાશાલાના પણ તે પ્રમુખ હતા.
ભરતખંડના પ્રખ્યાત અને મહાન પુરુષનાં સચરિત ચિને સંગ્રહ કરી પ્રસિદ્ધ કરવા સારૂ એક મંડલ થવા વિચાર થયો હતો. તેના પ્રમુખસ્થાને પણ ધી. આનરેબલ મિસ્ટર જસ્ટિસ ફાર્બસનું નામ મૂકવામાં આવ્યું હતું. એ પ્રમાણે મુંબઈ નગરીમાં પણ ફાર્બસની બહુ પ્રકારની ગ્યતાને લીધે તે એક અગ્રેસર ગૃહસ્થ ગણુતાં શુભ કાર્યોમાં સામીલ રહી શોભા લેવા દેવાનું તેઓને બહુધા વિનવવામાં આવતું. કારણું તેને સ્વભાવ અપિ અનુકૂલ, સભ્ય અને લાવણ્યભરેલ હતા.
ફાર્બસ સાહેબના રાજકીય વિષયમાં કેવા ઉત્તમ વિચાર હતા તે યાપિ તેઓના જ સ્વલે ઉપરથી સ્પષ્ટ જણાય છે, તથાપિ તે સંબંધમાં વલી બધી બૉમ્બે સાટડે રેવ્ય નામે વિદ્વાનમંડલનું એક પત્ર પ્રસિદ્ધ થતું હતું, તેના મુખ્ય ભાગમાં લખે છે તે અત્ર અવતારાય છે.
"He (the Hon, Mr. Justice Forbes ) recognised fully that, come what might, England could rule India on no other principles than those under which her own institutions have grown up and made her mighty upon the earth, -subject of course to the practical restrictions of a state of pupilage until subjection gradually and slowly passess into federation, which is perhaps the ultimate form which the connection of Britain with India will take."-The Bombay Saturday Review. 9th Sep. 1865.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com