________________
ફાર્બસજીવનચરિત્ર બહુ રાજી થયા. ત્યાં કાર્ય પણ એવી મનમાનતી રીતિએ કહ્યું કે, સરકારે તા. ૨૪ મી ફેબ્રુઆરી સ. ૧૮૬૦ માં નિર્ણય કર્યો તેમાં લખ્યું છે કે:“ફાર્બસ જેવા વિચારવાન અને શક્તિમાન અધિકારીને કાઠિયાવાડ સ્વાધીન “કેથી જે લાભ થવાની આશાએ તેઓને નિજવામાં આવ્યા હતા તે સર“કારની આશા કેવી યથાસ્થિતા હતી તે એઓના જુનાગઢ સંબંધના સારા “લેખ ઉપરથી જણાય છે.” સેક્રેટરી-આવ-સ્ટેટ-ફેર-ઈન્ડિયા(વિલાયતના ભરતખંડના મંત્રી)એ ઉપલા મતમાં અનુસરી ફાર્બસને માન આપ્યું છે.
કાઠિયાવાડમાં ફાર્બસનું બહુ રહેવું થયું ન હતું; તે પણ ત્યાં વિદ્યાની રુચિ કરાવવા એઓએ શ્રમ લીધું હતું. લોકોને સારા થવાને ઉપદેશ કરતા અને તેથી થતા લાભો તેઓને સમક્ષ સમજાવતા. તેની સુશીલતાએ તેના સ્વલ્પ આવાસમાં પણ કાઠિયાવાડના રાજાઓ અને ઠાકરેનાં મન હરણ કર્યાં હતાં. સુરાષ્ટ્રવાસીને તે એક પ્રિય મિત્ર થઈ ગયો હતો. જુનાગઢનાં અને ગોંડલમાં રાજ્યો સંબંધમાં જે વ્યવસ્થા કરવાની હતી તે કરી. એ પ્રકારે જે અવશ્યનાં મહત કાર્ય હતાં તે સમાપ્ત કરી, પછી લાઈ એલિફન્સ્ટનને લખ્યું, એટલે તેઓને સુરતના ન્યાયાધીશ નિયમ્યા. સુરાષ્ટ્ર મૂકતાં તે વિષે કેટલાક વિચાર લખી એક વિજ્ઞપ્તિપત્ર (રીપેટ) સરકારને લખ્યું છે. તેમાં પણ તેમણે ઉપયોગિની અને લાભકારિણી સુચનાઓ કરી છે. તા. ૨૫ મી માર્ચ સન ૧૮૬૦ માં તેઓ સુરતના ન્યાયાધીશને સ્થાને આવ્યા. એક વર્ષ ત્યાં રહ્યા. સન ૧૮૫૯ ના ૮ મા નવા સિવિલ પ્રેસીડયુઅર આકટ ઉપર ગુણદોષપત્ર (રીપોર્ટ) લખવાનું સરકારે કહ્યાથી ત્યાં તે લખ્યું; તેમાં પણ સારે યશ મેળવ્યા છે. પછી સન ૧૮૬૧ માં સર જીજે કલાર્કના વારામાં રાજકીય, ગુપ્ત, વિદ્યા, ન્યાય, અને પરઝિયા સંબંધી વિભાગના સરકારના મંત્રી કલ્યા. તે કાર્ય પણ એવી સારી રીતિએ કહ્યું કે ઉચ્ચ પદ આપવાની ગવર્નર સર જીયા. કલાર્કને સ્વાભાવિક વૃત્તિ થઈ તે તા. ૧૩ મી ડિસેંબર સન ૧૮૬૧ માં લખે છે કે –
* "The Lucid report of the Acting Political Agent on the affairs of Junagadh and the arrangements suggested by him for the future administration of the State, show how wellfounded were the expectations of the Goverment of the benefits to be anticipated from the appointment to the charge of Katbiawod of an officer of Mr. Forbes' ability and judgment."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com