________________
૨. આર્ય, અનાર્ય અને કર્મબંધ
જગતમાં નિયમ છે કે જે પદાર્થ વહાલે હોય તેના જ શબ્દો પણ વહાલા લાગે, અળખામણે હેય તેના સાચા શબ્દો પણ અળખામણું લાગે. આપણે ત્યાં ચપટી લેટ લેવા આવેલ હોય તે કહે કે “અખંડ સુખવાળા થજો, અખૂટ ભંડાર ભરા, છોકરાને ત્યાં
કરા થ'. આ કહેવાથી એમ થવાનું નથી, છતાં આંખ લાલ કેમ નથી થતી? કહે કે તે વહાલું છે માટે આપણે કઈ સાથે લઢયા હોઈએ ત્યારે સામે ગાળ દે તે આંખ લાલ થાય છે. કેમ? તે કંઈ સિદ્ધ પુરુષ નથી અને તેના કહેવાથી ગળે લાગવાની નથી, પણ તે વાકય અળખામણું છે માટે આંખ લાલ થાય છે.
હવે આને અંગે વિચારીએ. જે મનુષ્ય સામાયિક, પ્રતિકમણ, પૂજાને પૌષધ વગેરે કંઈ કરતો નથી, તેવાને ધર્મ કહે છે તેમાં તે નાખુશ થતો નથી, પણ રાજી થાય છે. ઈષ્ટ પદાર્થના જૂઠ્ઠા શબ્દો પણ વહાલા લાગે, તેવી રીતે જે સામાયિક, પૂજા વગેરે કરતે હોય છતાં તેને “પાપી” કહે તે તેની આંખ લાલ કેમ થાય છે? અધર્મ ખરાબ છે તેથી.
માટે શાસ્ત્રકાર કહે છે કે આર્ય પ્રજા માત્ર ધર્મને સારો ગણનારી છે. પછી તે કરી શકે કે ન કરી શકે તે વાત જુદી છે, તેમ તે અધર્મને ખરાબ ગણનારો છે, માટે “પાપ” શબ્દ ગમતું નથી. ધર્મ વહાલે હોવાથી “ધર્મ' શબ્દ ગમે છે. ધર્મ” શબ્દની વ્યાપકતા તે આત્માના કલ્યાણને કરનારી છે. ધર્મ ધારીને ધર્મ થયે તેથી કલ્યાણ થઈ જાય તેમ ન બને. પણ “ધર્મ થાય તે કલ્યાણ.
હવે લેકે માં ચાલતું વાક્ય વિચારીએ કે “ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ.” કર્મને બંધ પરિણામે. પરિણામ ધર્મના તે દરેક આર્યન અને આસ્તિકના છે. દરેક આસ્તિક જુદી ક્રિયા કરે છે, પણ પરિણામ ધર્મના છે. બધાને ધર્મના પરિણામ છે માટે બધા આસ્તિકને ધર્મ કે જેઈએ ને ? પછી તે આશ્રવની, સંવરની, પુણ્યની, પાપની, બંધની, નિર્જરાની, મેક્ષહેતુની કે ભવહેતુની પ્રવૃત્તિવાળા હોય, પણ પરિણામે બંધવાળા હોય તે બધા આસ્તિકે ધર્મવાળા હોવા જોઈએ પરંતુ આકસ્મિક સંયોગના લીધે જ્યાં વિભાગ પશે ત્યાં કહેલું વાક્ય જ્યાં ત્યાં લગાડે તો તે શા કામનું?