________________
ષોડશક પ્રકરણ દર્શન
- આ ઉપરથી એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે માનવજીવનની ઉચ્ચ કક્ષા પ્રાપ્ત થયા બાદ કેવળ ભોગવિલાસમાં જ જિંદગી પૂર્ણ ન કરતાં કર્મમહારાજાની ઓફિસમાં નવું પુણ્ય જમા કરાવવાની પણ કાળજી રાખવી જોઈએ. બૈરી છોકરાઓને જિંદગી સુધી પાળી પિષીને મેટાં કર્યો હશે, કુટુંબી વગેરેને સાચવવામાં પાછી પાની નહિ રાખી હેય છતાં આયુષ્ય પૂર્ણ થયે પરભવમાં જતાં એ ઐરી છેકરાં અથવા કુટુંબી વર્ગ તને કશું આપનાર નથી. જે ઓફિસમાં કે બેંકમાં કાંઈપણ દ્રવ્ય જમા કરી રાખ્યું હોય તે ભવિષ્યમાં તમે તે દ્રવ્ય લેવાના અધિકારી બની શકે છે, પણ જે તે દ્રવ્ય કુટુંબના પાલનપષણમાં જ પૂર્ણ કર્યું હોય તો ઉત્તરાવસ્થા ઘણી કપરી બની જશે. જે આખી જિંદગી બાહ્ય આળપંપાળમાં જ પૂર્ણ કરવામાં ન આવે અને આત્મકલ્યાણથી બેપરવા બની એ કર્મ મહારાજાની બેંકમાં પુય જમા કરવામાં ન આવે તે યાદ રાખવું કે આ ઉચ્ચ માનવદશામાંથી નીચી દશામાં ઘસડી જતાં કર્મમહારાજા જરા પણ વિલંબ નહિ કરે,
જગ્યા–સ્થાન છે અને ઉમેદવાર ઘણા જગતમાં એ પણ જોવાય છે કે “ જ્યારે જગ્યાએ થેડી અને તે જગ્યાના ઉમેદવારો ઘણા હોય ત્યારે તે જગ્યાની કિંમત ઘણી મોટી ગણાય છે, અને જગ્યાએ ઘણી છતાં ઉમેદવાર શેડ હેય, ત્યારે તે જગ્યાની કિંમત બહુ જ અલ્પ ગણાય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય વગેરે છે, તેમજ નારકી, તિર્યચેની અપેક્ષાએ તે મનુષ્ય-ભવ ઘણી ઉચ્ચ કક્ષાને છે, પરંતુ ઉપર જણાવેલા હિસાબથી તે દેવભવ કરતાં પણ મનુષ્ય-ભવ મેટી કિંમતને છે તે ધ્યાનમાં રાખવાનું છે. માનવજન્મનાં સ્થાને તેમજ માનવજન્મના ઉમેદવારોની સંખ્યા તરફ દષ્ટિ નાંખીશું તે આ વાત જરૂર ધ્યાનમાં આવી જશે. ચાર્લીશ દંડક પૈકી તેલ, વાયુકાય એ બે દંડક સિવાય બાવીશે દંડકના જી.