________________
૪ર. માનવજીવનની મહત્તા
જીવનની ઈતિશ્રી નથી. જે વિષયસેવનમાં જ માનવજીવનની મહત્તા માનવામાં આવી હોત તે તે એ વિષયસેવનને અંગે જે જોખમદારી અને જવાબદારી માનવના મસ્તક ઉપર ઝઝૂમી રહેલી હોય છે, તેને અંગે લેકદષ્ટિએ માનવજીવન આપનાર વિધાતાને પણ શાપ આપવાને પ્રસંગ આવત. પાંચે ઈન્દ્રિયેના વિષયને બાજુમાં રાખી એક સ્પર્શનેન્દ્રિયના વિષયસુખને અંગે જે વખતે લગ્ન કરવામાં આવે છે, તેમાં લગ્ન કરનાર મનુષ્ય ઉપર કેટલી જોખમદારી અને જવાબદારી રહેલી છે? એ સંબંધી શિખામણનાં વચન લગ્ન કરવા તૈયાર થનારા તમારા સંતાનને કોઈ દિવસ આપે છે ?
અરે! આજકાલ તે લગ્ન કરી સંસારના કારાગારમાં દાખલ થનાર વ્યક્તિ ઉપર એવી ભયંકર જોખમદારી અને જવાબદારી રહેલી છે કે લાગ આવે તે સ્ત્રી પોતાના પતિને કેદખાનામાં પણ દાખલ કરે. આજે એવી પણ કાયદાની કલમે છે કે સ્ત્રીનું બરાબર ભરણપોષણ ન થાય અને સ્ત્રી ભરણપોષણ માટે કેર્ટમાં દા માંડે તે ભરણપોષણ કરવામાં અશક્ત પતિને કારાગારના દ્વાર પણ જેવાં પડે. આવી ભયંકર જોખમદારી અને જવાબદારી જેમાં રહેલી છે, એવાં લગ્ન પ્રસંગનું તમે તમારા સંતાનેને ભાન પણ ન કરાવે તે ચાલે? જ્યારે તે ભંયકર જોખમદારી અને જવાબદારીમાંથી છૂટી શકવા સાથે આત્મકલ્યાણના માર્ગે લઈ જનારી પરમાત્માની દીક્ષા માટે પ્રતિબંધ કરે તે તમને કાનમાં કથિર રેડવા જેવું લાગે. જરાં આત્માની સાથે એકાન્તમાં બેસીને વિચાર કરજે કે માનવજીવનમાં સ્પર્શનેન્દ્રિયના સુખની મુખ્યતાને અંગે લગ્ન પ્રસંગે તમારે આટલી જોખમદારી, જવાબદારી ઉઠાવવી પડે છે, એ જોખમદારી જવાબદરી તિર્યંચમાં છે? બેલે, નથી.
આથી એમ માનવું પડે છે કે સ્પર્શનેન્દ્રિયના વિષયસુખને અંગે માનવજીવનની મહત્તા નથી. જે એને અંગે મહત્તા ગણવામાં આવી હતી તે તમે જરૂર વિધાતાને શાપ આપત કે આવું જોખમદારી,