________________
४३८
પડશક પ્રકરણ દર્શન
કેમ? એમ જગતની આંખે જોતાં તને તારા પિતાનામાં કાંઈક વિશિષ્ટ પણું જરૂર લાગશે. આ સંબંધમાં બાદશાહ તથા બીરબલનું ટૂંકું દષ્ટાન્ત વિચારવા જેવું છે.
બાદશાહ અને બીરબલ મહેલના ઝરુખામાં ઊભા છે, તેવામાં એક કંગાળ દુબળે મનુષ્ય મહેલના ઝરૂખા નીચે થઈને ચાલ્યા જાય છે, તેને જોઈને બાદશાહે બીરબલને પૂછયું કે “અબે બીરબલ યે મનુષ્ય દુબળા કર્યું હૈ ? ” બાદશાહના બેલને બીરબલે સાંભળી જવાબ આપ્યઃ
જહાંપનાહ, ઈનકે ખાનેકે નહિ મિલતા હૈ, ઈસીસે યે દુબલા હૈ.' બીરબલના વચનને સાંભળીને બાદશાહ બેલી ઊઠયા કે ખાનેકે કયું નહિ મિલતા હૈ, નહિ ખાનેકા મિલે તે ખાજાક ભૂકા ખા લેવે.”
આ સાંભળીને બીરબલ હસી પડ્યા અને બોલ્યા કે આપને મન તો ખાજાં કે ખાજાને ભૂકકો એ કિંમત વગરની ચીજ છે; કારણ કે દિવસમાં દશ વાર જોઈએ તે પણ આપને એ મળી શકે છે, પણ જેણે કઈ દિવસ ખાજાં કે ખાજાંના ભૂકાનું નામ પણ સાંભળ્યું ન હોય, જેને સૂકા રોટલાના પણ ફાંફાં હોય તેને ખાજાંની કિંમત કેટલી હશે ! તે જરા આપ વિચારશે.
આ દષ્ટાંત ઉપરથી એ ધ્યાનમાં લેવાનું છે કે –બાદશાહને પિતાની સામાન્ય દૃષ્ટિથી ખાજાને ભૂકો એ કિંમત વગરની વસ્તુ છે, પણ જગતની દષ્ટિએ એ વસ્તુ ઘણું કિંમતી છે. એમ માનવ-જીવન પ્રાપ્ત કરનાર મનુષ્યને સામાન્ય રીતિએ મનુષ્ય-જન્મની કિંમત ખાસ નહિ જણાય, પણ જગતમાં વત્તતા એકેન્દ્રિય વિકલૅક્રિયાદિ ક્ષુદ્ર જંતુઓની પામરતા તથા પરાધીનતા તરફ ખ્યાલ આપવામાં આવે તે “આ માનવ-જીવન કોહીનૂરથ પણ અધિક કિંમતી છે એમ જરૂર ઉચ્ચારવું પડશે.
વિષપભેગને અંગે જોખમદારી અને જવાબદારી * યાદ રાખવું જોઈએ કે પાંચે ઈન્દ્રના વિષયસેવામાં જ માનવ