________________
૪ર. માનવજીવનની સાચી મહત્તા
૪૩૪ ભમાં લાંબા કાળ સુધી રખડી કેઈ અનંત પુણ્યરાશિ ઉદયમાં આવતાં સંપૂર્ણ આત્મિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં કારણભૂત સર્વોત્તમ માનવજન્મની તને પ્રાપ્તિ થઈ
હે આત્મન ! આ શું તે ઓછું મેળવ્યું છે? “એક વખત તું ક્યાં હતું, અને અત્યારે અન્ય ક્ષુદ્ર જંતુઓની અપેક્ષાએ તારે આત્મા કેટલી ઊંચી હદે પહોંચ્યું છે ? એ જે એકાન્તમાં બેસીને વિચારીશ તે તને જરૂર જણાઈ આવશે કે મારા આત્માએ ઘણું ઘણું મેળવ્યું છે, “મેં ઘણું મેળવ્યું છે. ” એટલું નક્કી થયા બાદ તને એ ચીવટ રહેશે કે એને મારું મેળવેલું ચાલ્યું ન જાય!
માનવજન્મ એટલે ચિન્તામણિ રત્નથી પણ અધિક!
હવેલીના સાતમે મજલેથી પડતાં જે કે ઘણીનું મૃત્યુ જ થાય છતાં પ્રબલ આયુષ્યવાળ કઈ બચી પણ જાય, સેંકડે મુસાફરોથી ભરેલું વહાણ ભરદરિયે ભાગી જતાં તેમાંથી ઘણાખરા સમુદ્રના તળીએ પહોંચી જાય, છતાં કઈ એક બે એવી પણ વ્યક્તિઓ હોય કે જેઓ પાટીઉં વગેરે હાથમાં આવી જતાં સમુદ્રને પાર પામી પણ જાય, પરંતુ તેટલા માત્રથી જાણી જોઈને કેઈ હવેલીના સાતમે મજલેથી ભૂસકો મારવાની હિંમત ન કરે. તેમજ ઇરાદાપૂર્વક ભર દરિયે ચાલતા વહાણમાંથી પાણીમાં કૂદકો કોઈ ન મારે. તે પ્રમાણે ભવિતવ્યતાના યેગે અનન્તકાયમાંથી અનન્ત જન્મમરણની પરંપરામાંથી બચીને માનવ-જીવન જેવી ઉચ્ચ દશા પ્રાપ્ત થયા બાદ ઈરાદાપૂર્વક પાપાચરણે સેવીને પુનઃ તે પરાધીનતાના ભયંકર ખાડામાં જવાની સુજ્ઞ માનવ તે ઈચ્છા જ ન કરે. આટલે વિચાર પણ કેને આવે છે જેને માનવ-જન્મ પ્રાપ્ત કરતાં “મને કેટલી મુશ્કેલીઓ પડેલી છે, કેવા વિકટ સંગેમાં માનવજન્મરૂપ ચિંતામણ મને મળ્યું છે, એ ખ્યાલ આવ્યું હોય તેને જ આવી શકે છે.