________________
૨૮૮
ષોડશક પ્રકરણ દર્શન
તેમ શાસ્ત્રકાર વિચારવાળા કેને ગણે? કીડી ગન્ધરસના વિચારવાળી છે. જાનવરે પણ કુટુંબકબીલાના વિચારવાળા છે. કૂતરું સ્થાન અને શેરીની પણ રક્ષા કરે છે. આ સર્વ જાનવરે જે કરે છે, તેથી વધારે મનુષ્ય શું કરે ? કહે કે ક્ષાપશમિક સંજ્ઞાવાળા જીવે કંઈ કરી શકે છે. મનની સંજ્ઞાવાળા છતાં મનનું કાર્ય ન કરે તે અસંજ્ઞી. કયું કાર્ય ? પિતાના હિતના વિચાર કરવાનું કાર્ય. જે શરીર કુટુંબના વિચાર કરે પણ આત્મકલ્યાણના વિચાર ન કરે તેથી તેને અસંજ્ઞ કહેવું પડે. ગુલામી એટલે શેઠની અનુજ્ઞાએ ચાલવું. શેઠનું ડિત જેમાં થાય તેવું વર્તન કરવું, પિતાના હિત-અહિતની દરકાર કર્યા વિના શેઠના કહેવા પ્રમાણે વર્તવું તેનું નામ ગુલામી. તેમ અહીં આત્મા ધન, કુટુંબ અને બાયડી છોકરાની ગુલામી કરે છે, તેનું હિત તપાસે છે, પણ પિતાનું હિત ન જુએ અને તેથી તે જાનવરને અવતાર છે એમ માને.
જેમ આપણુ ઘરે ગાય કે ઘડો હોય તે ચારે ચરે, દૂધ આપે અગર ભાર વહે અને છેવટે જિંદગી ખતમ કરે, તેમ અહીં આપણે કુટુંબમાં જાનવરરૂપ છીએ, કારણ કે વેઠ કરીને દહાડા પૂરા કરીએ છીએ. ગાય કે ઘોડે પિતાનું હિત ન જુએ પણ દૂધ આપે, કામ કરે અને જિંદગી પૂર્ણ થયે જાય, તેમ આપણે પણ ગુલામ જ છીએ. ગાય ઘેડે તે એક ઘરને ગુલામ, પણ આપણે તે અનેક ઘરના ગુલામ છીએ, કારણ કે પિત્રાઈ–કુટુંબ સંબંધી દરેકની વેઠે કરીએ છીએ અને છેવટે મરી જઈએ છીએ પણ કંઈ મેળવતા નથી, માટે આપણામાં ને જાનવરમાં કંઈ ફરક નથી. તેથી જે પુણ્યપાપને વિચાર ન કરે, આત્મકલ્યાણને વિચાર ન કરે, તેમ જ જન્મ મરણની ભીંતમાં કાણું ન હોય એટલે જન્મની પ્રથમ દશા અને મરણ પછીની દશા ઉપર ધ્યાન ન રાખે, તે સંજ્ઞી પંચેન્દ્રિય છતાં શાસ્ત્રકાર કહે છે કે તે અસંજ્ઞી જ છે, પછી તે કઈ પણ ગતિવાળા