________________
૭૪
ષોડશક પ્રકરણ દર્શન gવા ન જે વરે, ન વ: સ્ત્રિાવિષા યુમિ પર ચર્ચા તજી : (0) પિતા '
(શબ્દાર્થઃ મને શ્રી વીરને પક્ષપાત નથી, કપિલ વગેરેને અંગે દ્વેષ નથી પણ જેનું વચન યુક્તિસંગત છે તે સ્વીકાર્ય છે.)
પક્ષપાત નથી એટલે રાગ નથી એમ નહિ અવળું લેનારાઓ માત્ર પ્રથમનું પદ જ (ચરણ જ) આગળ કરે છે કે “મને શ્રી વીરને પક્ષપાત નથી, એ વાકય લે છે, પણ જેનું વચન યુક્તિવાળું છે તેને સ્વીકાર કરે જોઈએ,” એ પદ કેમ વિચારાતું નથી, કેમ આગળ ધરાતું નથી? જેનું વચન યુક્તિમય હોય તેને સ્વીકાર કરે જોઈએ એટલે તેને આધીન થવું જોઈએ, તેની ભક્તિ કરવી જોઈએ. આ લેકમાં એટલું સ્પષ્ટ મન્તવ્ય વ્યક્ત થયું છે કે જેમાં તર્ક કરે એ હૃદયની વિષમતા જ સૂચવે છે. અને પક્ષપાત નથી એ પણ ખરું છે. પક્ષપાતને અર્થ “રાગ’ એ નથી.
શ્રી વીર પ્રત્યે રાગ નથી એમ તેઓશ્રી નથી કહેતા, તથા કપિલાદિક પ્રત્યે અપ્રીતિ નથી' એમ નથી કહેતા. પક્ષપાત કેને કહેવાય તે બરાબર સમજે. સામાનું ખોટું છે છતાં તેને સાચું કહેવું,
તેને સાચા તરીકે કહેવું, સાચું મનાવવું તેનું નામ પક્ષપાત. ગુણ ન હેય છતાં તેને ગુણી જણાવાય ત્યાં પક્ષપાતને આરેપ ઘટે.
પક્ષપાત’ શબ્દને જે પ્રયોગ કરી, આચાર્યશ્રી જે કથન કહે છે તેથી તે સહજ સિદ્ધ છે કે ભગવાન શ્રીવીર પ્રત્યે રાગ છે, જેને અંગે ઊંધું છતું કરવાની મનવૃત્તિ થાય ત્યારે ત્યાં પક્ષપાત કહેવાય. દુનિયાદારીમાં પક્ષપાત શબ્દ શી રીતે વાપરે છે તે વિચારે. જેને હક્ક ન હોય તેને દેવા તૈયાર થવાય. જેને હકક હોય તેને ન દેવાય, ત્યારે ત્યાં પક્ષપાત કર્યો કહેવાય, હકદારને દેવામાં આવે, જેને હક્ક ન હોય તેને “ના” કહેવામાં આવે ત્યાં પક્ષપાત કર્યાનું કહી શકાય નહિ.