________________
૩૭. એવી ચિંતા કેને થાય?
૩૮૫
સિદ્ધિ ભાગ્યથી, પ્રાપ્તિ ઉદ્યમથી જે આત્માએ સંસારને સમુદ્ર ગણે તે છે, તે સમ્યગૃષ્ટિ જી બીજા ડૂબતા જીવોને વગર પ્રેરણએ તારવાને માટે કટિબદ્ધ થાય જ. જે તેઓ એમ કટિબદ્ધ ન થાય તે તેઓ સમકિતી નથી. જેઓ ધર્મ સમજ્યા તે સમ્યકત્વ સમજ્યા છે, શાસ્ત્ર સમજ્યા છે, શાઅનુસારે આત્મસ્વરૂપ સમજ્યા છે. તેઓ પિતાના આત્માને અને બીજા ને તારવાને કટિબદ્ધ જ હોય છે. કટિબદ્ધ હોય જ છે.
એક જીવ મોક્ષનું સ્વરૂપ સાંભળે, કેવળજ્ઞાનીના ગુણે સાંભળે, પછી જ એને મોક્ષ, કેવળજ્ઞાન, વીતરાગપણું હૃદયથી રુચે છે; પ્રશ્ન થાય છે કે ત્યારે એ જીવને ઉદ્યમમાં નડે છે કેણુ?
નશીબની ખામી અથત પુણ્યની ખામી. દુનિયામાં આવતી ઋદ્ધિ, સમૃદ્ધિ, સંપત્તિ આદિને કઈ અટકાવતું નથી. સંપત્તિ ગમે છે સૌને, ઉદ્યમ સૌને સંપત્તિ આદિ માટે છે, છતાં ન મળે ત્યાં કોઈ કારણ? જરૂર કારણ છે અને તેનું જ નામ લાભાંતરાય કર્મ. અને તે ક્ષપશમ અનુસાર જ પ્રાપ્ત થાય. દુનિયાના પદગલિક પદાર્થોની પ્રાપ્તિને આધાર લાભાંત રાયના ક્ષપશમ ઉપર છે.
ઉદ્યમ સિદ્ધ પદાર્થ (પૌગલિક)ને લાવી આપનાર ભાગ્ય છે. ભાગ્યના સ્થાને ભાગ્ય, ઉદ્યમના સ્થાને ઉદ્યમ. ખેતરમાં અનાજ તૈયાર થયું, તીડ ન પડયાં, ઉંદર ન પડયા, વૃષ્ટિ એગ્ય થઈ નિર્વિદને અનાજની ઉત્પત્તિ થઈ ત્યાં સુધી ભાગ્ય ખરું પણ પછી કાંઈ ઘઉંના દાણુ ઊડી ઊડીને આવીને ઘરના કંઠારમાં ભરાઈ જવાના નથી; પછી તે ઉદ્યમ જોઈશ જ. દાણાની ખેતીમાં પણ ઉધમ એમ તે પ્રથમથી આવશ્યક, પણ કુદરતની અનુકૂળતા સચવાય, સાંપડે ત્યાં સુધી ભાગ્ય પણ પછી પ્રાપ્તિ તે ઉદ્યમથી જ. સિદ્ધિ ભાગ્યથી, પ્રાપ્તિ ઉદ્યમથી.