________________
વ્યા છે ખ્યા માનવજીવનની સાચી મહત્તા 08
અનંત ભાગીદારવાળી કંપની
હે આત્મન ! જે ઉત્તમ સામગ્રી તને પ્રાપ્ત થયેલી છે, તેની સફળતા કરવી એ તારી સર્વોત્તમ ફરજ છે. બાહ્ય દષ્ટિએ કદાચ તારી પાસે કશું પણ ન દેખાતું હોય, ઉદરપૂર્તાિના પણ ફાંફાં હોય, શરીર ઢાંકવા પૂરતાં વસ્ત્રને પણ સંગ ન હોય તે પણ એટલા માત્રથી તું જરાપણ મુંઝાઈશ નહિ. “મારી પાસે એવી કઈ સામગ્રી છે કે જેની હું સફળતા કરી શકુ” એવા બાહ્ય દષ્ટિના પામર વિચારોને તારા અંતઃકરણમાં સ્થાન આપીશ નહિ. બાહ્યદષ્ટિને દૂર કરી જરા આંતર દષ્ટિ તરફ ખ્યાલ આપીશ તે “અન્ય અનંત આત્માઓની અપેક્ષાએ તે ઘણું મેળવ્યું છે એમ તને લાગ્યા સિવાય નહિ જ રહે. એક વખત તારી એ સ્થિતિ હતી કે તારું શરીર તારા આત્માની અપેક્ષાએ હાલ જે સ્વતંત્રપણે તને મળ્યું છે, એટલું સ્વતંત્ર શરીર ન હતું. એટલું સ્વતંત્ર શરીર પ્રાપ્ત કરવા જેટલું પુન્ય તારી પાસે ન હતું. પરંતુ જેમ ઘણા ભાગીદારે ભેગા થઈને, લાખ અથવા ઝાડની રકમ ભેગી કરી એક કંપની કાઢે છે અને તે કંપનીમાં રકમ આપનાર દરેક વ્યક્તિને અંશે અંશે જરૂર હિરો હોય છે. તે પ્રમાણે અનંત જીવોની ભાગીદારીવાળું એક શરીર તને મળેલું હતું, એ એક શરીરમાં તારે અમુક જ હિસ્સો, અને તે પણ એટલી બધી પરાધીનતાવાળે કે એ એક શરીરના ભાગીદાર બીજા અનંત આત્માઓ. જ્યારે તે આહાર ગ્રહણ કરે ત્યારે જ તારાથી આહાર લઈ શકાય. એ ભાગીદાર અનંત જીવે જ્યારે શ્વાસે શ્વાસની ક્રિયા કરે ત્યારે જ તારાથી તે ક્રિયા થઈ શકે, એટલું જ નહિ પરંતુ એક સાથે ઉત્પન્ન