________________
૪૩૦
જ
પડશક પ્રકરણ દર્શન
કેવા? શૂર સરદાર ખૂણામાં બેઠે બેઠે “આવી જા એમ કહે નહિ. એ તે શત્રુની જે બાજુ બૂમ હોય ત્યાં જાય. તેવી રીતે આ શ્રમણ ભગવાન મહાવીર ક્રોધને કાઢવા માટે ઝઝુમ્યા ક્યાં સુધી? જાણી જોઈને કોધનાં કારણે ઊભા કર્યા. આવી પડેલાંની સામે ઝઝૂમ્યા એટલું જ નહિ પણ સામાન્ય પરીક્ષા અને બરોબર પરીક્ષામાં ફરક પડે છે. અવળે રસ્તે લઈ જઈને છોકરાની પરીક્ષા કરે છે. પિતે ખોટું બોલીને ૬૧
એકયાસી એમ બોલીને પૂછે તેમ આ આ આત્મા જીતવાવાળે થયો કે નહિ? ક્રોધ અસર ન કરી શકે માટે મહાવીરે અવળા રસ્તા લેવા માંડયા. સંયમ સાધના કરતાં વિચરાય તેમાં મુશ્કેલી આવે તે સહન કરવી પડે તે સીધે રસ્તે. કાકા કાનજીનું રાજ છે. એવી જગ્યાએ પિતે જઈને ઊભા રહે છે. મગધ દેશમાં ડગલે ને પગલે સન્માન, ભક્તિ-એ મગધ દેશ તેને મૂકીને અનાર્ય દેશમાં વિચરવા માંડ્યા. એકકે માર્યા વિના મૂકે એવું નથી, કેઈ બચાવનાર નથી તેવી જગ્યાએ મહાવીર ગયા. તે ૬૧ એકયાસીવાળા રસ્તા કે બીજે? આ આત્માને ચક્રમાં નાખી દેનાર તેવી દશામાં હોમી દીધો. લુહાર મારવા આવે તે બચાવનાર આવી જાય તે છોડીને “ઘે મરવા ટાણે તે વાઘરીવાડે જાય.” ભગવાન જાણી જોઈને અનાર્યોને દેશમાં જઈને ઊભા રહ્યા. અનાડીના ઓઠા નીચે ઊભા રહ્યા, કેમકે, પરીક્ષા કરવી હતી. જ્યાં નિર્ણય થયે કે પછી ચાહે તેટલે અગ્નિ પડે છતાં ભડકે ન થયું ત્યારે નિર્ણય થશે કે બળવા વાળી ચીજ નથી. સંગમ દેવતાના ઉપસર્ગમાં, અનાર્યોના ઉપદ્રમાં નિર્ણય કર્યો કે ક્રોધ ગયો છે, ગયેલા ક્રોધને બોલાવી બોલાવીને પિતાની ક્ષમાની પરીક્ષા આપતા હતા તે પછી તે મહાનુભાવ! તમને પ્રસંગે પાત પરીક્ષા દેવી પડે તેમાં શું થાય? ભવિષ્યમાં મહાવીર મહારાજા ક્ષમાને માટે અનાર્ય દેશમાં જશે પણ તમારે તે ઘેર બેઠે ક્ષમાને પ્રસંગ આવી પડે છે. તેને સહન ન કરે તેને અર્થ શો ? જેને આગળ મટી પરીક્ષા આપવી છે તે પિતાના આત્માને પરીક્ષામાં ઉતારે. આડે હાથ મૂકીને જુએ, પિતાના આત્માની ચોપડીથી પરીક્ષા લે તે પછી ચોપડી વગર પરીક્ષા દે. ક્રોધ એ દાવાનળ–એ સર્વદાહક અગ્નિને શમા, આત્માને પરમ શાન્તિમય કરે. આટલું સમજીને જે આત્માને શાતિમય કરશે તે મોક્ષસુખ પામશે.