________________
૪૧. તીર્થકરેની મહત્તા
૪૨૩
લાગતું? એવી જ રીતે તીર્થકરના તીર્થ પહેલાં, જન્મ પહેલાં કઈ હિંસા ન કરે તે ધર્મ થાય એમ ન હતું ? હિંસા ન કરે તે ધર્મ એ નક્કી. અહિંસા કરશે તે ધર્મ થાય; જે આ વસ્તુ માની લઈએ તે તીર્થકર શાસન ચલાવ્યું ન હતું ત્યાં સુધી પાપ પણ લાગતું ન હતું? તીર્થકરે ધર્મ અધર્મને પેદા કર્યા હોય તે આમ માનવું જ પડે કે તીર્થંકરે જ્યાં સુધી ધર્મને પેદા નહેતે કર્યો, ત્યાં સુધી હિંસા ન કરે, તે પણ ધર્મ થતું જ નહોતું. હિંસા કરે તેને પાય ન હોતું થતું એમ માનતા નથી. તેવી રીતે તીર્થકરે જ ધર્મ, અધર્મ ઉત્પન્ન કર્યા એમ પણ માનતા નથી. આપણે તે તીર્થકરે ધર્મ, અધર્મ કહ્યા એમ માનીએ છીએ. ધર્મ પેદા કર્યો એમ પણ માનતા નથી. આમાં એક જ અક્ષરને ફરક-બનાવ્યું. પરમેશ્વરે ધર્મ બતાવ્યું એમ આપણે કહીએ છીએ. પરમેશ્વરે અધર્મ બતાવ્યું. જૈનના સિદ્ધાંતમાં અને અન્ય લોકેાના સિદ્ધાંતમાં એક જ અક્ષરને તફાવત છે. પણ એકકે આખું ચકકર ફેરવી નાખ્યું. તે માટેનું એક દષ્ટાંત
દીવ પદાર્થને દેખાડનાર છે; બનાવનાર નહિ
રાત્રિને વખત હય, કિનારા પાસે બેઠા હોય, કાંકરી પાથરી હેય, હીરે નીકળી ગયે. અંધારામાં હીરે, અને કાંકરી બન્ને સરખાં. એવામાં દી લાવીએ ત્યારે કાંકરે કાંકરારૂપે અને હીર હીરારૂપે ઓળખાય. દીવાએ કાંકરે બતાવ્યું, હીરે બતાવ્યું. દીવાએ હીરાને બનાવ્યું નથી, કાંકરાને બનાવ્યું નથી. તેમ આ જગતમાં જ્યારે હિંસા વગેરે બનતાં હતાં ત્યારે પાપ બનતું હતું. અને જ્યારે હિંસા વગેરેથી નિવર્તતા હતા ત્યારે તે પણ ધર્મ બનતે હતે. જેમ દીવાએ કાંકરે કે હીરે બનાવ્યા નથી, પણ દીવાએ તે દેખાડી તે દીધાં, તેવી રીતે તીર્થકરએ ધર્મને ન બનાવ્યું નથી, અધમને ન બનાવ્યું નથી. ધર્મ તે અનાદિકાળથી ચાલુ જ છે, બીજા ધર્મોથી અનાદિ ન થવાય