________________
કર૬
ષોડશક પ્રકરણ દર્શન
તે કઈ દિવસ સુધારી શકીએ, પણ ક્રોધરૂપી દાવાનળ સળગાવીએ તેનું નામનિશાન નહિ. હિંસા જૂઠ વગેરે પાપમાં તણાએલાં, માલખાધમાં ગયેલાં, પણ ફૂંકાઈ ગયું તે નથી દુનિયામાં, કે નથી દેખાવમાં. અગ્નિ વડે કરાતા નુકશાનથી આ જીવે સાવચેત થવું પડે છે, તેમ આ આત્મામાં પણ દાવાનળથી દઝાઈ જાઓ ને જે નુકશાન થાય તે નહિ દેખાવાનું ને નહિ દુનિયાનું. અરૂપી આત્મા છે, એટલે કેઈ એને પકડી શકતું નથી. કોઈ એને ધક્કો મારી શકતું નથી. એમાં અંગારા વરસાવવાની વાત કરો તે માને કોણ? અંગારા નાખ્યાથી આકાશ બળતું નથી, તેવી રીતે અરૂપી આત્મા કોઇના ગ્રહણમાં આવતું નથી, તે પછી દુનિયામાંથી ગયું કહે છે એ શું ? આકાશ અંગારાથી સળગે નહીં તેમ આ આત્માને સળગવાનું શું ? બેંકમાં, કબાટમાં અગર તિજોરીમાં રજુ થયેલી લગડીમાં કાળાશ ન હોય, પણ એ ભરોસે કોઈ એમ કહી દે કે “જગતમાં સોનું કાળાશવાળું ન હોય તે એ ભૂલ ખાય છે. જે માટીથી જુદું પડ્યું, તેજાબથી શુદ્ધ થયું તેમાં કાળાશ ન હોય.” પણ જે શુદ્ધ થયું ન હોય ત્યાં વાત કરીએ કે બેંકની લગડીમાં સો ટચનું સોનું હોય, તે તેણે સેનું જાણ્યું જ નથી એમ કહેવાય. તેમ શુદ્ધ ચિદાનંદસ્વરૂપ, કૈવલ્યસ્વરૂપ આ આત્મા પરે, તેમાં ના નહિ, પણ ચેક થઈ, અગ્નિમાં જઈ, તેજાબમાં સુધી ત્યારે તે સો ટચને. તેમ આ ચિદાનંદસ્વરૂપ ખરે પણ દુનિયા દારીરૂપી માટીથી જુદા પડી જાય, તપસ્યામાં ગળાઈ જાય, અને ધ્યાનથી સ્વરૂપમાં શુદ્ધ થાય ત્યારે તે શુદ્ધ કહેવાય. દુનિયાના આરંભકષાયની માટી.એ તે છાતીઓ કૂટીને વળગાડવી છે. તપસ્યામાં તન્મય થવું જોઈએ. તીર્થકર, ગૌતમસ્વામીને અંગે સાંભળીએ છીએ. જેની તપસ્યાનું વર્ણન સાંભળતાં આત્મા કંપી ઊઠે. ખાતાપીતાં, હરતાંફરતાં તપસ્યા બને તે સહુ કરીએ. અગ્નિમાં ગાળ્યા સિવાય ચેકબા સોનાની ચાહના કોને? ચતુરને? ચતુર મનુષ્ય અગ્નિમાં ગાળ્યા સિવાય ચેકખું સેનું