________________
૩૯, મનુષ્યભવની પ્રાપ્તિ શાથી?
૪૦૯
પર્યુષણમાં વ્યાખ્યાન ચાર દિવસ, વ્યાખ્યાન સવાર સાંજ વાંચવું પડે, તેમાં છાતી તૂટી જાય છે. તીર્થકરને જ છ કલાક દેશના આપવી પડે. દરરોજ મેટી સભામાં જનગામિની વાણીથી છ, સાત કલાક ઉપદેશ આપે. જગતના ઉદ્ધાર માટે આત્મામાં કેટલું લાગ્યું હશે? ચાર દિવસમાં આપણે ચક્કર ખાઈએ છીએ. તે પછી
જનગામિની વાણીવડે દરરોજ છ સાત કલાક ઉપદેશ દેવાવાળાને શું શું થતું હશે?
દયા એ સમ્યક્ત્વનું ચિહ્યું છે. રાગ એ મેહનું ચિહ્ન છે. અનુકંપા, ક્ષાપશમિક રાગથી સંસાર પાતળે હોય છે ? વિના સમકિતવાળી દયા એને અહિંસા ન કહેવાય? હાથીના જીવને સમક્તિ જ નથી. જીવની આવી દશા જોઈને તીર્થકરે ધર્મોપદેશ દીધે. ધર્મોપદેશમાં કહ્યું કે સર્વ પાપને છોડી દે. સર્વથા છોડી ન શકે તે દેશથી પાપ છેડે. દેશથી પાપ છેડે, તેનું નામ દેશવિરતિ. છૂટયું તેને છેડવું શી રીતે? જેણે દેશથી પાપને પરિહાર કર્યો હોય તેણે એવું કામ કરવું કે સર્વથા પાપથી છૂટી જાય. હું કેમ રહ્યો છે ? પાપ પ્યારું લાગે છે, અહીં ફર્યો છું. એરલ, પૈસાની મમતા મને મારી રહી છે, આ મમતા છૂટતી નથી, એને માટે શું કરવું ?
તરવા માટે ભકિત મમત્વ ભાવ હઠાવવા માટે તારવાને ભાવ ખડો કરે. ધર્મોપદેશ દેવાવાળા પર રાગ થઈ જાય. તીર્થકરની ભક્તિમાં લીન થવું.
શંકા-હીરે મેંઘી કિંમત નથી કહેતે, લાખની કિંમત હીરા પર લખી નથી. ભગવાન બેલતા નથી. તેની પાસે શા માટે જવું ?
સમા કિંમત ઝવેરી પીછાને, તેમ દેખવાવાળા વીતરાગપણું પીછાની લે. ઉત્તમ ગુણની શ્રદ્ધા–શાસ્ત્રના અનુસાર ચાલવાવાળા સાધુની સેવા,