________________
૪૧૬
ષોડશક પ્રકરણ દર્શન
ર તે ૩ વના પહેલા આવી જાય
ફનાફાતિયા કરે તે કુપુત્ર ગણાય. નવું કર્યું મેળવીએ છીએ તેને વિચાર કરે. જે ટકાવ્યા વિના પહેલાનું રળેલું ખાય તે રાંડરાંડ કરતાં ભૂડે. રાંડરાંડના હાથમાં મિલ્કત આવી હોય, તે વ્યાજે મૂકે મૂડી ખાવા ન દે, વ્યાજમાંથી પૂરું કરે. આપણે મડીમાંથી ખાઈએ. પરભવનું મનુષ્યપણું, પંચેંદ્રિયપણું, આયુષ્ય ભેગવતા જઈએ, નવા મેળવવાનું કાર્ય ન કરીએ તે રાંડરાંડ કરતાં ભૂંડું. જ્યાં સુધી સંસી પચંદ્રિયપણું મેળવી લે ત્યાં સુધી રાંડરાંડ કરતાં સારા નહિ. મિલકત રાખીને નિર્વાહ કર્યો તેમાં વળ્યું નહિ. મરદ શાની ઉપર ? મસાલે મેળવે. તેમ આપણે ખરેખર મરદ તરીકે રહેવું હોય તે આવતા ભવની ઉત્તમ ગતિને મસાલે મેળવવો જોઈએ. ઘરને માલિક લાવી આપે તે રાંધી આપે. પરભવે બાંધેલું તે પકવીને ખાતા જઈએ છીએ. નવું ભરવાની વાત નથી. પહેલાં એ વિચાર આવે જોઈએ કે મનુષ્યપણાની ગતિથી નીચે ઊતરું નહિ.
મળેલી મિલ્કતને વાપરતાં શીખે
હવે ક્યાં ઊતરવા માગીએ છીએ? વાઘરી વાડે જાય છે તે મરવા જાય છે, તેમ ધારીને જતી નથી. ગઈ તે મરવા ગઈ એમ કહેવાય, તેમ આપણે માયા–પ્રપંચરહિતપણે વર્તવાવાળા ન રહીએ, પછી કહીએ મનુષ્યપણું ન છોડીએ તે શું કામ લાગે? દયાળુપણું ન રહે, માયારહિતપણું, સરળતા ન રહે તે પછી મનુષ્યપણું સારવાને ધંધે. મનુષ્યપણું મટી મિક્ત મળેલી છે. તેને ઉડાવી નાંખે નહીં. ઉડાવી નાખો તે પાછા કયારે ફરી મેળવશે ? ઉડાવવું, નવું ન મેળવવું તે કુલીન છોકરાને શોભતું નથી.
આ ઉપરથી એક જ વાત નકકી કરી કે દરેક જીવ મનુષ્યપણામાં જન્મે છે. તે ખજાને લઈને આવે છે. તે ખજાનાને ઉપગ કર્યો?