________________
૪૧૪
પડશક પ્રકરણ દર્શન વળગી રહે. મનુષ્ય તે ભૂત થાય કે ન થાય તે આગળ વિચારીશું, પણ મમતાથી મરેલા દેવતાઓ ભૂત છે. ભૂત એટલે ભૂત નહિ. મમતાવાળે દેવતા મરીને ભૂત થાય એટલે પૃથ્વી, પાણી વગેરેમાં ઉપજે. વાવડીમાં મમતાથ ઉપજે, તે કમળમાં ઉપજે. મમતા ભાવે મરીને દેવતાએ ભૂત થાય છે. મનુષ્ય થાય છે પણ મુઠ્ઠીભર. દેવતાઓ અસંખ્યાત પૃથવી, અપૂ વગેરેમાં જાય છે. અસંખ્યાત મનુષ્ય મરવાના નથી તે પૃથવીકાય આદિમાં જવાને કયાંથી ? દેવતાપણું પામીને શું ફાયદો કાઢ? મમતાભાવ ચોંટાડનારું દેવતાપણું મળે તે તમારો મારીને મેટું લાલચોળ થયું. તેમાં તત્વ નહિ. મમતાભાવે મળેલું દેવતાપણું ભૂત કરી દે.
દેવપણાની ખરી સુંદરતા શામાં? શાસ્ત્રકાએ બે વસ્તુ જણાવીઃ ૧. ગતિ, ૨. પ્રત્યાગતિ. ધર્મનું સારાપણું જણાવતાં બે વસ્તુ જણાવી. મનુષ્યભવથી અનંતર દેવપણું મળે તે ગતિ. દેવપણું ભેળવીને આર્યક્ષેત્ર, પંચંદ્રિયપણું વગેરેમાં આવવું તે પ્રત્યાગતિ. ધર્મ આરાધના કરવાવાળાને ગતિ, પ્રત્યાગતિ સુંદર હેય. પ્રત્યાગતિની સુંદરતામાં ખરી ખૂબી છે. ગતિની ગતિમાં મેહ છે. તે મુંઝવનાર છે. દેવગતિમાં ગયા છતાં પ્રત્યાગતિ બગડી ગઈ. પૃથ્વીકાય આદિમાં ઉતરી ગયા તે દેવપણામાં શું મેળવ્યું? દેવપણાની ખરી સુંદરતા એ પ્રત્યાગતિની સુન્દસ્તા ઉપર આધાર રાખે છે. પ્રત્યાગતિની કિમત હવે ધ્યાનમાં આવશે. દેવતાને પ્રત્યાગતિ સુંદર મળવી મુશ્કેલ. સધર્મ, ઈશાન દેવલેકે ગયા ત્યાંથી એકેદ્રિયમાં ઊતરી ગયા તે સૌધર્મ દેવલેકમાં શું? જે પ્રત્યાગતિના નામે શુદ્ધ સ્થિતિ દેવતાને મળવી મુશ્કેલ તે શુદ્ધ સ્થિતિ મનુષ્ય લઈને અવતરેલ છે.
દરિદ્ર પણ ભરપૂર ખજાનો લઈને આવે છે ખાલી કેમ? આપણે એની કિંમત ગણી નહિ, પણ ભરપૂર ખજાને