________________
૪૧૦
પોશક પ્રકરણ દર્શન
તીર્થકરની ભક્તિ, આગળ આગળ મોક્ષને માટે એ સાધન જોઈએ. એ સાધનની શ્રદ્ધાથી, તીર્થકરના ઉપદેશથી એ વાત નિશ્ચિત છે કે-સાધુને માટે ગચ્છવાસ. ગચ્છે છે તે પતિત પરિણામવાળાને ઉદ્ધારવાવાળે. સમુદાય આવ્યો હોય તે વ્યાખ્યાનને લાભ. એકલા જાઓ તે કિંમત ઘટાડે, તેથી શું ધર્મનું કાર્ય કરી શકે છે? ધર્મના કાર્યમાં શ્રદ્ધાથી ઉદ્યમ કરશે તે મોક્ષસુખમાં બિરાજમાન થશે.
"दर्शनात् दुरितध्वंसी, वंदनात् वांछितप्रदः। પૂર્વના [શ્રણ, નિના સાક્ષાત ?
જિનેશ્વર એટલે સાક્ષાત ક૫મ મહાનુભાવે ! આ દુનિયામાં પ્રાણીઓને (મનુષ્યને) કલ્પદ્રુમ ઈચ્છિત આપનાર ગણાય છે. જો કે રત્નચિંતામણિ, કામધેનુ ઈત્યાદિ પણ ઈચ્છિત આપે છે પણ તેને માટે વિધિપૂર્વક સાધના કરવી પડે છે, જ્યારે કલ્પવૃક્ષ તે વગર સાધનાએ, પ્રાર્થના કરનારને ઇચ્છામાત્રથી, યાચનામાત્રથી જે ઈચછે તે તરત આપે છે. એ વાત થઈ પુદ્ગલને અંગે. હવે આત્માને અંગે એ કલ્પવૃક્ષની તાકાત નથી કે આત્મહિતકર ઈષ્ટ સમપે.
શ્રી જિનેશ્વર જ સાક્ષાત્ એવા કલ્પવૃક્ષ છે, જે આત્માને દુન્યવી કલ્પવૃક્ષ આપે છે તે તે આનુષંગિકરૂપે આપે જ છે. કિન્તુ આત્મીય ઈષ્ટ સમપે છે, તેમાં દર્શન માત્રથી દુરિત દૂર કરે છે, તેઓ વંદના કરવા માત્રથી વાંછિત આપે છે અને પૂજન કરવાથી કેવલજ્ઞાનરૂપ લક્ષમી-અનંત લક્ષ્મી પૂરી પાડે છે, એવા દેવ દેવાધિદેવ કેવળ શ્રી વીતરાગ જ છે, શ્રી જિનેશ્વર જ છે.
આ દુનિયામાં મોટે ભાગે મૂર્તિ માનનાર છે. મૂર્તિ ન માનનારે વર્ગ ઘણે એ છે કે, તે વર્ગ પણ પ્રકારાંત તે એક નહિ તે બીજા રૂપને માને છે. વિષ્ણુ. બ્રહ્મા આદિની મૂર્તિને વંદનાર, પૂજનાર