________________
- પોશાક પ્રકરણ દર્શન
પ્રભાવના કરે છે? તેની હોય. કેણે દીક્ષા મૂકી? કેણુ ધર્મભ્રષ્ટ થયો? આવી ને રાખવાનું કામ ધર્મનું નથી, કાયટિયાનું છે. સારા ઘરને મનુષ્ય મરે ત્યારે કાયટિયાને આનંદ થાય, કેમકે એને વકરો સારે થાય, તેમ ધર્મમાં ઊંચે ચડેલે આત્મા કઈ દુષ્કર્મોદયને લીધે પતન પામે તે આવા કાયટિયાને ત્યાં વાજાં વાગે, અને કેઈ ધર્મથી પતિત ન થાય તે આવા કાયટિયાઓ લમણે હાથ દઈને ઉદાસ રહેનારાઓ જેવા ઉદાસી થાય.
કાયટિયા ન બનતા કાયટિયાઓના હૃદયમાં શું ચાલી રહ્યું હોય? ગામમાં કેણ માંદું છે? કેને ક્ષય છે? ઘડી બે ઘડી કેની ગણાય છે? બસ આ જ રટણ! પ્રભાત થાય ત્યારથી ઊંઘે ત્યાં સુધી એના અધ્યવસાય જ એ. અહીં ધર્મકર્મના ક્ષેત્રમાં પણ કાયટિયા જેવા છે ચારે તરફ ચક્કર ચક્કર જોયા કરે, આંખના ડેળા ઉલટાવી પલટાવીને પણ જુએ કે કયાંય છિદ્ર છે ? સાધુમાં, ધમમાં છિદ્ર ગતવું, છિદ્ર સ્થપાય એવું કાંઈક ગેતવું એ જ એવાઓનું કામ. શ્મશાનના ગીધે ઊંચે ઉડે આકાશમાં પણ તે શા માટે? માંસની પેશીઓ જેવા માટે ! તેમ એવાં ગીધડાંએ દેરાસર, ઉપાશ્રયમાં પણ ચક્કર મારવામાં ચૂકતા નથી. કેઈ કરમને ફૂટેલે મળે એ જ તેમની દષ્ટિ હોય છે. માંસની પેશી ભાળે કે તરત ગીધડું નીચે ઉતરે અને ચાંચ મારે.
મૂળ મુદ્દા પર આવીએ. જૈનની ભાવના એક જ હોય કે આખું જગત, જગતના તમામ જી કમથી રહિત થાઓ ! જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ ને ઉપાધિના સાણસામાંથી જીવમાત્ર સદંતર છૂટે, જૈન ધર્મ માનનારા દરેકની આ દષ્ટિ હેવી જોઈએ. જૈન સૃષ્ટિ આ છે. જૈન જગત્ આ છે.
વિષ અને તેને વઘારાય, પછી બાકી રહે તેમ પુદ્ગલાનંદાથે, વિષયે માટે જ સંસારમાં રમી રહેલાઓ, રાચીમાચી રહેલાઓ,