________________
४०४
ષોડશક પ્રકરણ દર્શન
ભવમાં મોક્ષે જાએ તેની હરકત નથી. તીર્થકર નામકર્મ જાણી જોઈને કેમ લગાડ્યું ? આત્માની હિંસા કઈ? જાણી જોઈને કર્મ બાંધે છે. તીર્થંકર નામકર્મ જાણી જોઈને, પ્રયત્ન કરીને, તપસ્યા કરીને તીર્થકર નામ લગાડ્યું.
સમાજગતનું દુઃખ જોઈને તે દુઃખ મટાડવાને માટે પિતાના આત્માને કર્મ લગાડ્યાં. ઉદ્ધારને માટે કર્મ લગાડવામાં આવે છે. કેવળી આ કર્મ બાંધતા નથી, વિતરાગ કર્મ બાંધતા નથી. આ કર્મ સરાગદશામાં બંધાય છે. તીર્થકર નામકર્મને બંધ ચેથાથી આઠમા સુધી થાય છે. આગળ બંધ નહિ. જ્યાં સુધી સરાગ હોય ત્યાં સુધી કર્મબંધ થાય છે.
શંકા-તીર્થકર પિતે વીશસ્થાનકમાંથી કયું પદ આરાધે છે? સમા -એકે નહિ. શંકા-તે પછી બીજાને ઉપદેશ કેમ કરે છે? સમા-સાધુ પોતે પૂજા કરે નહિ. છતાં બીજાને કેમ ઉપદેશ આ છે?
સાડી પહેરાવનાર એારત. એક શેઠ હતો. બીજા ગામમાંથી વેપારી આવ્યા. સારી સાડી આપી. શેઠનું મનપસંદ થયું. રેલ્વે મારફત બધે માલ આજે આવે છે, પહેલાં આવતે નહોતો. સાડી જોઈને ખરીદી લીધી. ઘેરે આવ્યા. એરતને બેલાવી કહ્યું: “પહેર.
એરત : “વાત તે સાચી, પણ હું તમારા ખાધા વિના ખાતી નથી, તેથી આપ સાડી પહેરે, પછી હું પહેરું.”
આપ પહેરે નહિ અને મને પહેરાવે છે?” આમ કહેવામાં ઓરતની બેવકુફી છે. બેવકૂફ ઓરતે પોતાની અને સ્વામીની અવસ્થાને વિચાર ન કર્યો. તેમ “તીર્થકર પિતે આરાધના ન કરે, પણ બીજાને