________________
મનુષ્યભવની પ્રાપ્તિ
શાથી ? RX808838208230383892288
8૩૯
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પંચાશકની રચના કરતાં જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિથી રખડી રહ્યો છે. તેને રખડતાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી, કારણ કે મનુષ્ય-ભવની પ્રાપ્તિ તે પુણ્ય-પ્રકૃતિ મળે તે જ થાય. આ જીવ એકેદ્રિયમાં રહ્યો થકે આટલી પુણ્ય-પ્રકૃતિ મેળવે કયાંથી? કમ એકેદ્રિયમાંથી આગળ ચાલતાં મનુષ્ય થયા.
એવું એકેદ્રિયમાં શું કર્યું કે જીવ બહાર આવ્યું?
અકામનિર્જરા.
જે કાર્ય કરતી વખતે કર્મ તેડવું છે એવી ભાવના ન હોય, પણ કર્મ તૂટી જાય તે તે અકામ નિર્જરા એકેદ્રિય બધા સરખાં દુઃખ ભગવે છે પણ બુરા પરિણામમાં જ રહે “આંધળાએ રસી વણવા માંડી ને વાછરડે ખાઈ જાય તેવું અકામ નિજેરાથી ફળ થતું હતું.
સૂકમ એકેંદ્રિય નિગેદપણામાં આ કર્મ, આ બંધ, એનાથી હેરાન થવાય તે વગેરેને ખ્યાલ તેને કયાંથી? જેને ખ્યાલ ન હોય તેની મનસા ક્યાંથી થાય ત્યાં જે પ્રયત્ન થઈ રહ્યો છે, તે પ્રયત્ન વારંવાર થઈ શકતું નથી. મનુષ્યજિંદગીમાં હે તે ચેતવાને અવસર છે. કર્મ કે કર્મબંધના કારણ સમજી શકે છે. આવી તમારી સમજવાની શક્તિ છે.