________________
૪૦૨
ષોડશક પ્રકરણ દર્શન
મેળવવું તથા દુઃખ દૂર કરવાને તથા કાયમનું સુખ મેળવવાને અમેઘ, અર્ક, અપૂર્વ ઉપાય બતાવે છે,
શાસ્ત્રકારોના હૃદયમાં કેવળ ભાવ-દયા છે. અશરણ જગતમાંની ચારે ગતિમાં કે પાંચ જાતિમાં રખડી રહેલા જીની પરિસ્થિતિ તેઓ નજરોનજર નિહાળી રહ્યા છે અને એ રખડપટ્ટીથી એ જીને કેમ વિસ્તાર થાય, એ જ એક એ આત્માઓની ભાવના છે. એથી જ તેઓ પ્રથમ તે સ્થિતિનું ભાન કરાવે છે, અનાદિ કાળને ઉદ્યમ વિપરીત દિશામાં હતું એમ જણાવે છે. તથા હવે શી રીતે નિસ્વાર થાય? શાશ્વત સુખ શી રીતે પ્રાપ્ત થાય? દુઃખ સદાને માટે શી રીતે દૂર થાય? એ તમામ જણાવે છે.
હવે એ ઉપાયે ક્યા કયા ક્રમે, કઈ યુક્તિઓ અજમાવાય અને કાર્યસિદ્ધિ કરાય, તે સંબંધી શાસ્ત્રકારે, એ ભાવદયા પ્લાવિત તત્વજ્ઞાની મહાત્માઓ જ કાંઈ કહેશે. .
આ રીતે શાસ્ત્રકારનાં વચનને સહી, તદનુસાર પ્રવૃત્તિ કરશે તે ભવ્યાત્માઓ આ ભવ પરભવ ઉત્તરોત્તર પ્રગતિશીલ બની પ્રાંતે મેક્ષસુખમાં બિરાજમાન થશે.
R : ૪ જે લડાઈમાં તું સામેલ હોય તે લડાઈ થઈ રહે. પછી નિરાંતે બેસી વિચાર કરીશ, તે તને ભૂલ 7 માટે પશ્ચાત્તાપ થશે. સામે માણસ ગુનેગાર હશે, ya તે પણ તું માફી આપવામાં મગરૂરી માનીશ.