________________
પડશક પ્રકરણ દર્શન
હોય, જ્યારે જે કેઈ જે દુઃખ વેદે છે ત્યારે પ્રથમના પાપને ઉદય જ કારણરૂપ છે. શ્રી મહાવીર દેવે કેવા કેવા ઉપસર્ગ, પરીષહો સહ્યા! એ ઉપસર્ગો શાથી થયા? પૂર્વ ભવે અજ્ઞાનવશાત બંધાયેલા વેદનીય કર્મને લીધેને પેટમાં કે માથામાં દુખે તે પણ પાપના ઉદયથી જ ગુનાની સજા ભેગવવી જોઈએ માટે ભગવાય છે, તે પછી આ ભાવમાં પાપ કરનાર,ગુ કરનાર દયાપાર શી રીતે?”
પ્રથમ ઊંચામાં ઊંચી તત્ત્વની વાત રજૂ કરીને, સુંદર ભાવનાને ખસેડવા ઈચ્છનાર, પિતાનું મન્તવ્ય આગળ ધરે છે કે ગુનેગાર તે સજાને પાત્ર જ ! તેના માટે દયા શાથી?” એના સમાધાનમાં એ જ દષ્ટાંત કે જે હમણાં જણાવ્યું કે તમને પેટમાં દુખે અર્થાત આવે તર્ક કરનારને પેટમાં દુખે તે વખતે દુખવું જ જોઈએ એમ કહેનાર સજજન ગણાય છે? એવું કથન ઉચિત મનાય છે? નહિ. ત્યારે તે એમ થયું કે “બીજા ગુનેગાર સજાને પાત્ર અને પિતે દયાને પાઠ ” એ ન્યાય ચાલે?
ગુનેગારને સજા થવી જ જોઈએ એવું માનવું જૈનનું ન હોય. જનની ભાવના તે એ હોય કે પાપ કરનારે પણ દુઃખી ન થાઓ.” બરાબર વિચારો, અનર્થ ન કરશે. પ્રથમ તે એ જ ભાવના છે કે કેઈપણ જીવ પાપ કરો જ નહિ, પણ પાપ થયું, પાપ કરાયું તે તે પાપ કરનાર પણ દુઃખી ન થાઓ આ ભાવના બીજે પગથિયે. આ ભાવના એ બીજું પગથિયું.
હજી આગળ વધે. પાપ પણ તપશ્ચર્યાથી તૂટે છે. ખપાવાય છે. તમામ છ પાપને તપશ્ચર્યાથી તેડી નાખે, પણ દુઃખી તે ન થાઓ. આ ભાવના બીજે પગથિયેથી આગળ. કઈ પાપ ન કરે, કઈ દુખી ન થાઓ, તપથી પાપ તેરે
જીવ માવ પાપથી છૂટે આ ભાવના પાપ ન કરે એ પહેલે મને રથ. મને રથ સુંદર, પણ પાપ છે