________________
૭. એવી ચિં«ા કિને થાય ?
૩૮
શત્રુને હણનારને નમસ્કાર છે? કર્મ રૂપી શત્રુને નાશ કરનારાઓને નમસ્કાર થાઓ ! શાસ્ત્રકારે રણસંગ્રામ યાને સમરાંગણ કરી દે છે, રજૂ કરે છે. કેની વચ્ચે યુદ્ધ ? સમરાંગણમાં દ્ધા કેણી શ્રીતીથકર મહારાજાઓ અને કર્મ, આ મલ તથા પ્રતિમલ. - રાજમાર્ગ, છીંડીમાર્ગ વગેરે વિષે વિપરીત કથન
શ્રી તીર્થંકર મહારાજાનાં સમાવડી કર્મ છે. કર્મોના સમાવડીઆ, શ્રી તીર્થંકર મહારાજા છે. શ્રી તીર્થંકર મહારાજા તથા કર્મ એ બેનું પરસ્પર યુદ્ધ. શ્રી તીર્થકર મહારાજાએ મૂહરચના કરી છે તે જેવી તેવી નહિ પણ અપૂર્વ ! ખરેખર અપૂર્વ ! પૂર્વે કદી નહિ થયેલી એવી અપૂર્વ ન્યૂડ રચના કરી માટે તે વિજય થયે, કાયમી વિજય થયે, કાયમી પરાજિત આત્મા વિજેતા થયે. સેવક હતું, તે સ્વામી થયે માટે એ યૂહરચના અપૂર્વ. બન્નેએ સમરાંગણમાં સામસામે લડયા. હારના પક્ષ કર્યો ? સંસારની અપેક્ષાએ કહી શકાય કે“ कत्थइ जीवो बलिओ, कत्थइ कम्माई होति बलियाई।"
ધર્મ નાવે ૭૮૦ કદીક જીવ બળવાનઃ કદીક કર્મ બળવાન; આમ કહી શકાય. આમાં પણ તક કરનાર તર્ક કરી શકે. કદાચ કઈ કહે કે “આ બરાબર નથી. કેમકે કર્મો જ બળવાન દેખાય છે, જીવ બળવાન દેખાય જ છે ક્યાં? અનાદિ કાળથી કર્મો જ બળવાન છે. સંસારની રંગભૂમિ ઉપર મોટે ભાગે કર્મો જ બળવાન છે. જે તે અનાદિ કાળથી રખડે જ છે. તેમાં કવચિત્ જીવ બળવાન થાય છે. અનંતાનંત જીવેમાં કેઈક છે, ગણતરીના જ બળવાન થાય છે. કહે છે કેઈક કાળે બળવાન થાય છે.”
આ તકેની દષ્ટિએ, આજકાલના શ્રદ્ધારહિતે કહે છે ને કે “સંસારમાં, મિથ્યાત્વમાં તથા અવિરતિમાં રહેવું એ રાજમાર્ગ કેઈક જીવે કવચિત અંગીકાર કર્યો તે રાજમાર્ગ નહિ એ તે છડી; આ