________________
૩૬, સૂત્રરહસ્ય
304
શ્રીહરિભદ્રસૂરીશ્વરજી બરાબર કહે છે કે હું ભગવાન શ્રી મહાવીર દેવને માનું છું, બરાબર માનું છું, મને તેઓ પ્રત્યે રાગ છે પણ હું કાંઈ તેમના પક્ષપાત તરીકે છું એમ નથી.' સૂરિજી સાફ સાફ કહે છે કે શ્રી મહાવીર દેવને મન, વચન ને કાયાનું સમર્પણ પિતે કર્યું છે તે કાંઈ પક્ષપાતના કારણે નહિ, કિન્તુ તેમના ગુણને લઈને. તેઓશ્રીના તેવા ગુણોને લઈને હું તેમને માનું છું. જરૂર એ ગુણ નિધિને મેં સ્વીકાયાં છે, તેમજ તારક માન્યાં છે.'
આચાર્યશ્રીને ભગવાન વીર પરત્વે રાગ નથી એમ કહેવું બેટું છે. અવિહડ રાગ છે. અષ્ટક) તથા શાસ્ત્રવાર્તાસમુચ્ચય જેનારને, વિચારનારને બરાબર સમજાશે કે સૂરિજીને શ્રી વીર પ્રત્યે કે રાગ હતો? કેટલે રાગ હતેક્ષિપાત ન જે રિએ સૂત્ર પક્ષપાત નથી એમ કહે છે, કાંઈ “રાગ નથી” એમ કહેતું નથી. રાગના નિષેધ માટે સૂત્ર નથી. કહેનારા, સાંભળનારા જે માર્ગને અનુસરનારા હોય તે તેમને આ સૂત્રથી પક્ષપાતને નિષેધ લાગે, પણ રાગને નિષેધ સમજે જોઈએ નહિ.
આમાં એમ નથી કહ્યું કે “આજ્ઞાસિદ્ધ, માટે માની બીજા પદમાં હેતુ પણ અપાયેલ છે કે ભગવાન શ્રીવીરનાં વચને શાથી સ્વીકાર્ય છે? માર્ગ બહાર રહીને બેલના અર્થ વિચારતે નથી. “શત્રુને શત્રુ તે મિત્ર થાય' એ સૂત્ર મુજબ ઇતરે એમ કહે કેશ્રીસૂરિજીને કદાચ એમ કહે કે, સાંખ્ય, વૈશેષિક ને તૈયાયિક એ બધા ઉપર તમને દ્વેષ હોય અને તેમના દ્વેષી તીર્થકર તેથી, તમે તીર્થકરને પક્ષ કરે છે, કેમકે શત્રુને શત્રુ તે મિત્ર. તમે કપિલ વગેરે પ્રત્યેને દ્વેષ સફળ કરવા તીર્થંકર પ્રત્યે આકર્ષાયા છે. બીજા દર્શનવાળાઓના આવા સંભવિત આક્ષેપને બીજા પદમાં સ્પષ્ટતયા ઉત્તર આપવામાં આવ્યું છે કે જેનું વચન યુતિમય હોય તે સ્વીકાર્ય છે, સેવ્ય છે ને આરાધ્ય છે.