________________
૩૭૮
ડશક પ્રકરણ દર્શન પંચ પરમેષ્ટીમાં કષાયવાળાને સ્થાન નથી. આચાર્યાદિક (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ) ત્રણેય છઘ છતાં તેઓને પંચ પરમેષ્ટીમાં સ્થાન છે. પણ મિથ્યાત્વ તથા અવિરતિવાળાને પૂજ્ય તત્વમાં સ્થાન નથી. તેવાઓને ત્યાં સ્થાન મળે નહિ.
મિથ્યાત્વ તથા અવિરતિ પાપ-બંધનનાં કારણ છે. આત્મા પોતે જ્ઞાન, દર્શન ને ચારિત્રસ્વરૂપ છે. પરવસ્તુના સંસર્ગમાત્રથી કર્મ બંધાય. દર્શનને રેકે તે દર્શનમેહનીય કર્મ ચારિત્રને કે તે ચારિત્રમોહનીય કર્મ. આત્માને સ્વભાવ સર્વવિરતિ છે.
સ્વલિંગ એટલે? શ્રી આદીશ્વર ભગવાનના પ્રથમ પુત્ર, પ્રથમ ચક્રવતી ભરત મહારાજાને ગૃહસ્થપણામાં આરિલાભુવનમાં કેવળજ્ઞાન થઈ ગયું. પછી ત્યાગી વેશ ધારણ કર્યો કે નહિ?ત્યાગ એ જ આત્માનો સ્વભાવ છે. સંસારીપણામાં રહેવું એ વિભાવ છે, એ આત્માને સ્વભાવ નથી. કર્મ એ કીચડરૂપ છે. ભરત મહારાજા ગૃહસ્થલિંગે કેવળ પામ્યા, વકલચીરી અન્યલિંગે મોક્ષે ગયા. ત્યાગ કર્યા વગર કેવળજ્ઞાન મળી શકે છે (તીર્થકરને તે ત્યાગ પછી જ), પણ કેવળજ્ઞાન પછી તે ત્યાગને સ્વીકાર કરે જ પડે. શાસ્ત્રકારોએ અન્યલિંગ, ગૃહિલિંગે સિદ્ધ કહ્યા તેથી બીજે મોક્ષ મળે, કેવળજ્ઞાન મળે એ વાત ખરી પણ કેવળજ્ઞાન પછી આત્મા વિભાવમાં રહી શકે નહિ. સર્વવિરતિ સ્વીકારવી જ જોઈએ. ચેરી કરનારો છૂટે તે આશ્ચર્ય ! તેમાં જરૂર ચાલાકી, તેમાં જરૂર તેવું કઈ વિશિષ્ટ કારણે, તેમાં જરૂર કેઈ બચાવની બારી !
તે જ રીતિએ શાસ્ત્રકારે કહે છે કે અન્ય લિગે તથા ગૃહિલિગે તે અનંત સંસાર હાય તથા સંસાર સમુદ્રમાં ડૂબવાનું હોય તેમાં કઈ સંયોગે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તે આશ્ચર્ય ! જરૂર ત્યાં કેઈ તેવું કારણ મળ્યું હોવું જોઈએ. જોડે ત્રીજો શબ્દ જોડાયેલ છે તે જોવું જોઈએ. “સ્વલિંગે સિદ્ધ.” મેક્ષનું જે લિંગ, તેનાથી જે સિદ્ધ થાય તે સ્વલિંગે સિદ્ધ. એ જ રીતે અન્ય લિંગે સિદ્ધ વગેરે ભેદ સમજી લેવા.