________________
૩૭૨
પડશક પ્રકરણ દર્શન ધર્મને અંગે શુદ્ધાશુદ્ધ વિભાગ શાસે ન પાડયા હોત તે એને અંગે રાગદ્વેષને સ્થાન જ કયાં હતું?
કયા રાગ ને કયા ઠેષથી નિર્જરા વધારે ?
શાસ્ત્રકાર કહે છે કે “રાગ વધારે તેમ નિર્જરા વધારે છેષ વધારે તેમ નિર્જરા વધારે!” અવળું જ ન લેતા ! કયા રાગ વધારેથી અને કયા ઠેષ વધારેથી નિર્જરા વધારે! પ્રશસ્ત રાગ અને દ્વેષથી નિર્જરા વધારે.
જેમ શુદ્ધ દેવ, ગુરૂ, ધર્મ તરફ રાગ વધારે તેમ મોક્ષનજીક બીજી તરફ જેમ અશુદ્ધ દેવ, ગુરુ, ધર્મ તરફ ઠેષ વધારે તેમ મોક્ષ નજીકઃ નિર્જરા વધારે અને મેક્ષ નજીક, ત્યારે શું સિદ્ધ થયું? પ્રશસ્ત રાગ યદ્યપિ કષાયરુપ છે. છતાં પણ તે જ નિર્જરાનું કારણ છે. પ્રશસ્ત રાગ વિના કેઈએ પણ નિર્જરી કરી નથી, થતી નથી અને થવાની નથી. તે જ પ્રમાણે પ્રશસ્ત છેષ વિના પણ નિર્જરા થઈ નથી, થતી નથી ને થવાની નથી.
- નિર્જરીને પ્રશ્ન કેને? છદ્મસ્થને, છદ્મસ્થ હોય ત્યાં સુધી નિર્જરાની જરૂર. પ્રશસ્ત રાગદ્વેષ વિના નિશ થતી નથી. શુદ્ધ દેવના આલંબન વિના મોક્ષ નજીક બનતું નથી, અશુદ્ધ દેવેને ત્યાગ કર્યા વિના નિર્જરા થઈ શકતી નથી. અને મોક્ષ મળી શકતે થઈ શકતી નથી. આના સંબંધમાં શ્રી હરિભદ્રસૂરિનું આપેલું દષ્ટાંત જેઓ સમજીને તત્વત્રિયીને આરાધશે તેઓ આ ભવ પરભવ ઉત્તરોત્તર સદૃગતિ મેળવી, પ્રાંતે મોક્ષસુખને પામશે.