________________
૩પ. કષાયોને સદુપગ
૩૭૧ ગણાવવા તૈયાર થાય છે. કોઈ પણ પિતાના કષાયોને અપ્રશસ્ત ગણવા, ગણાવવા તૈયાર નથી. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણની વૃદ્ધિને અંગે, એ ત્રણના ઉદ્દેશથી થતા કષાયે તે પ્રશસ્ત કષા. મિથ્યાત્વ, અજ્ઞાન ને અવિરતિને અંગે થતા કષાયે તે અપ્રશસ્ત કષા.
આટલું સમજ્યા પછી આગળ સમજવું સહેલું છે. જેમ વધારે પ્રશસ્ત કષાય તેમ વધારે નિર્જરા. જૈનશાસન કષાયને ગાળવા માટે ખરું, પણ ફળ તરીકે, પ્રવૃત્તિ તરીકે નહિ. જૈનશાસન કષાયને ફળ તરીકે નિમ્ન કરનાર છે પણ પ્રવૃત્તિ તરીકે નહિ.
આત્માના આટલા ગુણે, આટલા અવગુણે જણાવનાર જૈન શાસ્ત્ર છે. આત્મગુણ તરફ પ્રીતિ, અવગુણ તરફ અપ્રીતિ થાય છે. શાસ્ત્ર ગુણ અવગુણ જણાવ્યા ન હેત તે પ્રીતિ તથા અપ્રીતિ થાત? મિથ્યાત્વ, અવિરતિ આદિ જણાવ્યું કેણે? શા જ ને! શાસ્ત્ર જે તે ન જણાવ્યું હતું તે તેને છોડવા કટિબદ્ધ થાત?
આ વાત તે થઈ ગુણ, અવગુણની. હવે ગુણીને અંગે વિચારો. શ્રી જિનેશ્વર દેવે શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મનું સ્વરૂપ ન બતાવ્યું હોત, અઢાર દોષવાળા તથા હથિયારાદિ ચિન્હવાળા દેવ કુદેવ હોય એમ તેઓએ ન કહ્યું હોત તે સુદેવ તરફ રાગ કરવાનું કારણું થાત ? સુદેવને સ્વીકાર, કુદેવને ત્રિવિધ પરિહાર એ તે ખરુંને? .. * પંચ મહાવ્રત પાલક, શુદ્ધ પ્રરૂપક તે સુગુરુ કહેવાય, અને તે વિનાના કુગુરુ કહેવાય. આ જાણ્યા વિના શુદ્ધ ગુરુ પ્રત્યે રાગ થાત ખરે? તેવી જ રીતે ધર્મ, અધમ, સુધર્મ, કુધર્મને અંગે સમજવું. શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મ તરફ પ્રીતિ અને કુદેવ, કુગુરુ, કુધર્મ તરફ અપ્રીતિ કયારે થયાં? સાંભળ્યું ત્યારે ને?
આરંભ–સમારંભ-પરિગહ-વિષય કષાય અધર્મ છે. એમ જાણ્યું ત્યારે વિવિધ ત્રિવિધ સિરાવવા તૈયાર થયા ને? શુદ્ધ દેવદિ પ્રત્યે રાગ, અશુદ્ધ દેવાદે પ્રત્યે અપ્રીતિ–તે તેની જડ કઈ? દેવ, ગુરુ,