________________
ષોડશક પ્રકરણ દઈન
૩૪૪
જો પુણ્યદયે એકાદ કા સફળ થઈ ગયું તે તે પછી એના કૂદકા આકાશને અડવાના જ માકી રહે છે !
આવી રીતે મસ્તાન બનેલા વાંદરાને તમે ઠરીઠામ બેસવાની સૂચના આપે તે તે સૂચના તેને કદાપિ પણ ગમે ખરી ? નહિ જ ગમે ! તે જ પ્રમાણે મસ્તીખાર બનેલા મનરૂપી માંકડાને પણુ તમે તે મસ્તીમાં આન્યા હોય ત્યારે દેવ, ગુરૂ કે ધર્મની વાત કરવા જાઓ ત્યારે તે પણ તમારી વાત સાંભળીને હડકાયા કુતરાની માફક તમાને કરડવા જ ઢાડશે !
આ મનરૂપી માંકડું વિષય, કષાયરૂપ રંગભૂમિ ઉપર કૂદકા મારવાને માટે ખડુ થઇ ગએલું છે, હવે તેમાં તેને નીરંગી શરીર મળે, બળવાન લોહી મળે, પૈસા મળે, ધારેલા સચૈાગા મળે, સ્ત્રી મળે અને તેના દુનિયાના મિત્રાની સહાનુભૂતિ મળે તે પછી એના નાચગાનની લીલાનુ તે પૂછવાનું જ શુ' રહે ? વિષય-કષાયની રંગભૂમ ઉપર ઊભેા રહેલા આ વાંદરા જયારે બીજા મિત્રોની અનુમોદનારૂપ દારૂ ઢીંચે અને પછી આરોગ્ય અને મળની પ્રાપ્તિરૂપ તેના હાથે એકાદ કામ સિદ્ધ થાય તો તે પછી એની કૂદાકૂદીમાં કાંઈ બાકી જ રહેતું નથી.
મનરૂપી માંકડાની આ દશા તે કોઈ એક જ ભવમાં થાય છે એમ તમે માનશો નહિ, પરંતુ ભવે ભવે વાંદરાજીની આ જ સ્થિતિ હાય ! આ વાંદરાને એકકે ભવ એવે મળ્યા નથી કે જ્યારે તેણે કૂદાકૂદ ન કરી હોય અથવા જ્યાં તેને સહાનુભૂતિરૂપી મદિરા પાનારા ન મળ્યા હાય ! તમે તમેને રહેવાને માટે બંગલા ખંધાવે તે પણ તમારા આડોશીપાડોશી અભિમાનપૂર્વક તમેને કહેવા મળશે કે વાહ ! શેઠ ભાગ્યશાળી તે ખરા હોં ! તમારા ખાપા બિચારા બંગલે ખાંધુ મધુ કરતાં મરી ગયા, પણ ડાસાથી બંગલા બંધાવાયે નહિ પરંતુ તમે ખાપદાદાની મરજી પાર પાડી ખરી !' કેમ જાણે બંગલા બાંધવા એમાં જિંદગીનુ` સાઈક ન થઈ જતુ હોય!