________________
૩૪. દેવતત્વની મહત્તા
૩૪૭
માન્યા હેત તે તમારે પગ સામાયિકમાંથી ઊઠયા પછી અન્યત્ર જવા તરફ ઉપડત જ નહિ! પરંતુ તમે તે જેવા સામાયિકમાંથી પરવારે છે તેવા જ વિષય-કળાય-આરંભ-સમારંભ તરફ દોટ મૂકે છે! અને બે ઘડી તમે સામાયિકમાં ગુમાવી હોય તેને પણ બદલે વાળી શકાય એટલા આશ્રવ તરફ તેડી જાઓ છે ! હવે તમે જ જવાબ આપે કે તમે હડકાયા કૂતરાને વધારે ભયંકર માને છે કે આશ્રવ અને કાર્યોને ?
આત્માને પાયમાલ કરનાર કોણ?
હડકાયા કૂતરા તરફ જતાં તમારા પગ ધ્રુજે છે. એ જ રીતે સંસારના આરંભ-સમારંભનાં કાર્યો તરફ જતાં કદી તમારા પગ પ્રજ્યા છે? આ સંસાર તમને કદી આશ્રવરૂપ લાગે છે? કર્મના બંધનરૂપ લાગે છે? આ સંસાર અને તેનાં વિવિધ કાર્યો આત્માના જીવનને ખલાસ કરનારા છે એવું કદી તમેને લાગ્યું છે? અરે ? અંતરમાં લાગવાની વાત તે આથી રહી, પરંતુ તમે કદી મેઢે પણ એવા શબ્દો બોલ્યા છે કે આ દુનિયા આત્માને પાયમાલ કરે છે. આત્માના પવિત્ર જીવનને તે નાશ કરે છે અને તેને અગતિ તરફ ઘસડી જાય છે! નહિ !!
તમે જાણે છે કે વાણમાં આ જગત કદી દેવાળિયું હતું નથી. ગળા સુધી લુચ્ચાઈ હેય ! એક બીજાને રહેંસી નાંખવાની જ દાનત હોય ત્યાં સુધી પણ તમારી દુનિયા મે મીઠું બેલી શકે છે ! તે વચનમાં કદી કંજુસ બનતો નથી! ન્યાયાધીશના ન્યાયમંદિરમાં પિલીસે આરોપીઓને રજૂ કરે છે. તેમને કેસ ચાલે છે. સાક્ષીઓની જુબાની લેવાય છે અને વકીલેનાં ભાષણે થાય છે. બચાવપક્ષને વકીલ પોતાના અસીલની પણ ખૂબ તરફદારી કરે છે અને જેની ફી તેનું તે બેલે છે.