________________
૩૪. દેવતરવની મહત્તા
૩પ૭
સાવચેતી રાખે છે. હક્ક-હકુમતની બાબતમાં વાંધે પડયો હોય તે તેનું સમાધાન થાય છે. પરંતુ સ્ત્રીની તકરારમાં કશું છેડવાપણું હતું નથી ! અથવા તેમાં સમાધાનને તક હતી નથી! અર્થાત્ લેવડદેવડની ચીજ હોય, અર્થ આપી વેચી શકાતી, લઈ શકાતી હોય તે તેમાં સમાધાન સંભવિત છે, પરંતુ જ્યાં માન્યતાની જ વાત છે, જયાં સિદ્ધાંતની જ વાત છે, ત્યાં આગળ સમાધાન શકય બનતું નથી. આ જૈન શાસન એ ભગવાન શ્રી મહાવીરનું શાસન છે. એમાં એકકે એક અક્ષરની મારામારી છે.
હવે જે સ્થળે એકકે એક શબ્દની જ મારામારી હોય, એક શબ્દ પણ આગળ પાછળ ન કરી શકાય અને એક ન અક્ષર પણ
જ્યાં ન ઉમેરી શકાય એવું હોય ત્યાં આખા વાક્યોના વાક્યોને બદલે કરવાને કઈ વિચાર કરે તે એ વાત કેવી રીતે બની શકે ?
જ્યાં આવી સ્થિતિ છે ત્યાં તે તમારે ગમે તે એક પક્ષમાં આવે જ છૂટકે છે. તમે દૂધ ને દહીં બંનેમાં પગ રાખ–“આ એ ખરું અને તે પણ ખરું એ ડેળ કરે, તેવું આ શાસનમાં ચાલ્યું જાય એમ નથી !
લવાદી ચુકાદો આણવાને હોય ત્યાં વાદી પ્રતિવાદી બંનેનું રાખીને ચુકાદો લાવી શકાય, બંનેનું નમતું આપીને અને બંનેની હિત જાળવીને મધ્યમ માર્ગ લઈ શકાય, પરંતુ ન્યાયાધીશની સામે વાદી પ્રતિવાદી બંનેનું થોડું થોડું રાખવાની વાત બની શકતી નથી. ન્યાયાધીશ તે મુકદમ બરાબર તપાસે છે અને તેને વાસ્તવિક લાગે છે તે પાંચ હજાર રૂપિયાને દાવે હોય તે પાંચેપાંચ હજારનું હુકમનામું કરી આપે છે. અથવા તે સમૂળગે દાવે કાઢી નાખીને ખર્ચ પણ તમારે માથે નાંખે છે! કેર્ટમાં તે જેઓ જૂઠે માર્ગો ગએલા છે, તેને સાચે માર્ગે લાવવા જ પ્રયત્ન કરે છે. તે બંનેનું મન મનાવવાને કોર્ટ કદી પ્રયત્ન જ કરતી નથી. જે કેર્ટ એવે પ્રયત્ન કરે છે-વાદી કે પ્રતિવાદીની સંપૂર્ણ સત્ય અથવા ન્યાયી માંગણીને પણ ફટકે મારે છે તે કોર્ટ કેટ નથી, પરંતુ નાટક ભજવનારાએની ટોળકી જ છે ! સાચા જૂઠા રૂપિયા ઉપર છાપમાં કઈ જાતને