________________
૩૬૨
ષોડશક પ્રકરણ દર્શન
સમજણરૂપ-જ્ઞાનરૂપ ખુલ્લી આંખથી ગ્રહણ કરીએ તે જ એ હીરે આપણું જિંદગીને સુધારી દે છે, નહિ તે નહિ! ભગવાન શ્રીજિનેશ્વર દેને ધર્મ મળ્યું હોય અને જોઇતી સમજણ મળી હોય તે તે સમજે કે બેડો પાર ! ભવ સુધરી જ જાય ! અને જન્મ સફળ થાય !!!
આચાર અને ફળ બતાવનાર જિનેશ્વર આ જીવ એકમાંથી બીજા ભવમાં, બીજા ભવમાથી ત્રીજા ભવમાં એ રીતે અનાદિ કાળથી રખડ્યું છે. તેણે ભવપરંપરાઓ કરી છે, પરંતુ તેને જિનશાસનરૂપ હીરે અને વિવેકરૂપ આંખે કંઈ પણ ભવમાં મળી જ નથી. જે તેને જિનશાસનરૂપ હીરે અને વિવેકરૂપ આંખે કઈ પણ ભવમાં મળી હતી તે તેને ભવ સુધરી જ જાત અને તેના આત્માનું કલ્યાણ જ થઈ જાત. ભગવાન તીર્થંકર મહારાજાએ પિતે સ્વયં બુદ્ધ હતા. સ્વયં બુદ્ધો પરસહ, ઉપસર્ગો સહન કરે, કર્મરૂપી કચરો દૂર કરે અને સ્વયં બુદ્ધપણું પ્રાપ્ત કરે. એ રીતે સ્વયં બુદ્ધપણાની પ્રાપ્તિ કરનારાઓ કેવળજ્ઞાદિકને પ્રકટ કરે છે તપશ્ચાત્ પતે કાર્યકારણભાવ વિચારે છે અને અંતે જગતને સિદ્ધ દશા બતાવે છે. સ્વયંબુદ્ધો જગતને જણાવે છે કે “અમે પિતે આમ કર્યું છે. આ રસ્તે નિર્મળ થવાય છે. આ રસ્તે પવિત્ર બનાય છે, માટે તમે પણ આ રસ્તે આવે તે પવિત્ર થઈ શકશે અને અમે જે સ્થળે આવ્યા છીએ તે સ્થળે આવી શકશે!”, તીર્થકર ભગવાને પિતાને એક આચાર જ બતાવતા નથી, પરંતુ સાથે સાથે ફળ પણ બતાવે છે.
દે કેઈને આધારે ચાલનારા નથી મોક્ષને લાયકના આચારે આ સંસારમાં ભગવાન તીર્થકર દે. સિવાય બીજા કોઈની દર્શાવવાની શક્તિ જ નથી. અમુક વસ્તુના સંબંધમાં વિશ્વાસપાત્ર અને સાચી માહિતી તે જ આપી શકે છે કે જેણે એ વસ્તુને સ્વયં અનુભવી હાય ! તીર્થકર ભગવાનેએ સ્વયં એ વસ્તુ અનુભવી છે. તેમણે કેવળજ્ઞાન મેળવ્યું છે. એ જ્ઞાનથી